હરિયાણાના શાહરૂખે ઘાસની ગાંસડીઓની આડમાં કન્ટેનરમાં ભરાવેલ ₹ 24.79 લાખના દારૂ સાથે ડ્રાઈવર ઝબ્બે


સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે, સુરતથી વડોદરા તરફ નીકળેલ રાજસ્થાન પાર્સિંગના કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરી લઈ જવામાં આવી રહ્યો છે.
બાતમીના આધારે પોલીસે રાજપીપળા ચોકડી પાસે આવેલ વર્ષા હોટલ સામે વોચ ગોઠવી હતી. બાતમી વાળું કન્ટેનર આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાં રહેલા ઘાસની 94 ગાંસડીઓની આડમાં સંતાડેલ વિદેશી દારૂની 5940 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે રૂપિયા 24.79 લાખનો દારૂ અને 10 લાખનું કન્ટેનર તેમજ ગાંસડીઓ મળી કુલ 35.02 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ટ્રક ચાલક હરિયાણાના મેવાત સ્થિત કોલગાવ મસ્જિદ પાસે રહેતો મુસ્તકિમ શોકત ખાનને ઝડપી પાડ્યો હતો. જેની પૂછપરછ કરતા તેના મિત્ર આદિલખાનના કહેવાથી વિદેશી દારૂ સેલવાસથી શાહરુખ નામના ઇસમના માણસે ભરી આપ્યો હતો. અને સાકીર નામના ઇસમને આપવાની કબૂલાત કરી હતી.
એક પેટી પર દારૂની ખેપ બદલ શાહરુખ 300 રૂપિયા આપવાનો હતો. પોલીસે હરિયાણાના શાહરુખ, આદિલ ખાન, સાકીર સહિત 4 આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




