પાલનપુરમાં દર ગુરૂવારે ખીચડી -કઢી ના પ્રસાદ ના વિતરણ દાતા ના સહયોગથી થકી સેવા કરતા લોકસેવક હસમુખભાઈ ચૌહાણ

31 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
પાલનપુર ખાતે દર ગુરૂવારે ખીચડી -કઢી નો કેમ્પ જૂના ટેલિફોન એક્સચેન્જ મહિલા મંડળ ની બાજુમાં યોજવામાં આવી રહેલ છે . આ વખતે ગુરુવારે કેમ્પ નંબર ૧૯૯ યોજાઈ ગયેલ જેમાં લોકસેવક હસમુખભાઈ ચૌહાણ તથા તારાબેન ઠાકોર અકલ્પનીય સેવા કરી ને ભૂખ્યા જનોને ખીચડી -કઢી ના સ્વાદ થકી લોકસેવા નું ભગીરથ કાર્ય કરી રહ્યા છે જે ધન્યવાદ ને પાત્ર છે જેમાં આ વખતે કઢી ખિચડી ના દાતા એવા માન્યા બેન આષીશ કુમાર જોષી (પાલનપુર વાળા)તરફ થી રૂ!.૧૦૦૦/=નું રોકડ દાન મળ્યું હતું જે અભિનંદન ને પાત્ર છે.દર ગુરૂવાર ના સવારે ૯=૦૦ વાગે થી ૧૧=૦૦ વાગ્યા સુધી કઢી ખિચડી નો પ઼સાદ આસરે ૨૫૧ લોકો ને આપવા માં આવ્યો હતો.આ ઉપરાંત આ કેમ્પ ના લોકસેવકો અને દાતા શ્રીઓ ના પરિવાર નો ખુબ ખુુબ હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો.સેવા માટે સહયોગ આપવાની ભાવના સભર દાતા ઓએ નીચે મુજબ ના લોકસેવકો નો સંપર્ક કરી શકાય છે ‘જનસેવા એજ પ્રભુ સેવા’ છે આ બાબત લોકસેવક તરીકે કામ કરી રહ્યા છે તારાબેનઠાકોર (મો.નં.૯૪૨૮૩ ૨ ૧૩૯૪) હસમુખભાઈ સી.ચૌહાણ Ex.S.B.I (રોયલ જીવ દયા સેવા ગુપપાલનપુર)મો.નં.૮૧૬૦૭૯૦૦૪૬ (3) માહા શંકર ભાઇ જોષી Ex.L.i.c.(4) ઇશ્વરભાઇ નાઇ Ex.S.B.I નો સંપર્ક કરવો તેવું હસમુખભાઈ એ જણાવ્યું હતું.



