
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મોડાસા તાલુકામાં 2 લોકોના હાર્ટ એટેક થી મોત,યુવક ગત રોજ મહાકુંભમાંથી ઘરે આવ્યો હતો અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા આવ્યો હાર્ટ એટેક
ફરી એકવાર અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બે વેપારીઓના હાર્ટ એટેકથી મોત નીપજ્યાની ઘટના બની હતી જેની અંદર મોડાસા શહેરની કલ્પતરુ સોસાયટીમાં રહેતાં 51 વર્ષે અતુલકુમાર ભાવસારનુ હાર્ટ એટેક થી મોત થયું હતું અતુલભાઈ ભાવસાર ગતરોજ મહાકુંભની યાત્રા કરી પરત ઘરે ફળ્યા હતા અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને હાર્ટ એટેક આવવાથી મોત થયું હતું તો બીજી તરફ મોડાસાના તાલુકાના માલવણ ગામના જસવંતસિંહનું પણ હાર્ટ એટેક થી મોત થયાની ઘટના સામે આવી હતી જેમાં જસવંતસિંહ લીંબોઈ ગામે ભજનમાં ગયા હતા અને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા 108 મારફતે દવાખાને લઈ ગયા હતા અને દવાખાને ડોક્ટરે જસવંતસિંહને મૃત જાહેર કર્યાં હતા આમ એકજ દિવસમાં મોડાસાના 2 લોકોનાં હાર્ટ અટેક થી મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો





