પાવાગઢ ખાતે બેલદાર ઓડ સમાજ દ્વારા કુળદેવી શ્રી મહાસતી જસમાં માતાજીના મંદિરે હવન યજ્ઞ યોજાયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૯.૩.૨૦૨૬
હાલોલ તાલુકાના ચાંપાનેર પાવાગઢ ખાતે આજે રવિવારના રોજ બેલદાર ઓડ સમાજ ના કુળદેવી શ્રી મહાસતી જસમાં માતાજીના અતિ પ્રાચીન મંદિર ખાતે ચૈત્ર સુદ અગિયારસ ને રવિવારના રોજ સર્વ ઓડ (બેલદાર) સમાજ હાલોલ દ્વારા ભવ્ય યજ્ઞ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બેલદાર સમાજના અંદાજીત પાંત્રીસ જોડાઓ હવનમાં સહભાગી થયા હતા.જ્યારે આજે સવારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.જેમા તેર ગામના બેલદાર ઓડ સમાજ ના લોકો ઊપસ્થિત રહી હવન યજ્ઞ, મહાઆરતી, દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.ઓડ સમાજ એટલે ચક્રવર્તી સમ્રાટ સગર રાજાના વંશજો ગણવામાં આવે છે. તેમજ ભગીરથ રાજા જેઓ ગંગા માતાજીને નદી સ્વરૂપે ધરતી પર લાયા તેઓ પણ આ વંશના હોવાનું લોક વાયકા છે. ઓડ સમાજ તેઓનુ વર્ણન પ્રાચીન ગ્રંથોમાં પણ વરણાવેલ છે.જેમાં રાજા ઓડે દક્ષિણ દિશામાં ઓડ રાજ્યની સ્થાપના કરી હતી અને શાસન કર્યુ હતું.જેઓ પણ ઓડ સમાજ માંથી આવેલા છે તેઓનું વર્ણન પ્રાચીન ગ્રંથોમાં પણ છે. તેવા સમાજના આજે તેર ગામના લોકો ભેગા થઈને માતાજીની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.આ પ્રસંગે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષ જયદ્રથસિંહજી પરમાર,હાલોલ નગરપાલિકા સદસ્ય બંશીભાઈ ભરવાડ, હાલોલ બેલદાર સમાજના અગ્રણી પરેશભાઈ બેલદાર, મયુરભાઈ બેલદાર, જયેશભાઇ, વિક્રમભાઈ,સાગર,કૌશીક,દશરથ, મુકેશ, પીયુષ, હાર્દિક, સહિત તેર ગામના આગેવાનો અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હવનમાં સહભાગી થઈ ધન્યતા અનુભવી હતી. જેમાં સમસ્ત ઓડ સમાજ હાલોલ પરીવાર તરફથી હવન મહાયજ્ઞ તેમજ મહાપ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.











