
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૯ જુલાઈ : જિલ્લાની તમામ સહકારી મંડળીઓને રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના પરિપત્ર મુજબ સહકારના સાત સિદ્ધાંતો પૈકી ‘સહકારી મંડળીઓમાં સહકાર” ના સિદ્ધાંત મુજબ સહકારી મંડળીઓનો વિકાસ થાય અને તેનો લાભ સહકારી મંડળીઓના સભાસદો અને સામાન્ય લોકોને થાય તે માટે ભારત સરકારના સહકાર મંત્રાલય અને ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલા પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત તમામ સહકારી મંડળીઓના બેંક ખાતાઓ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ખોલાવવાના રહેશે.જેથી જિલ્લાની તમામ સહકારી મંડળીઓ/ બજાર સમિતિઓને સૂચિત કરવામાં આવે છે કે આપની સંસ્થાનું બેંક ખાતુ શ્રી કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી.માં જ ખોલાવવાનું રહેશે તેમજ જો અન્ય બેંક ખાતાઓ હોય તો તે પણ શ્રી કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી.માં ટ્રાન્સફર કરાવવાના રહેશે. આ કામગીરીને ટોચ અગ્રતા આપવા જિલ્લા રજિસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓ ભુજ કચ્છ અનુરોધ કરવામાં આવ્યો છે.


