GUJARATKHERGAMNAVSARI

ખેરગામમાં હઝરત ગૈબન શાહ બાબાનો ઉર્ષ શરીફ ઉજવવામાં આવ્યો

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા

ખેરગામ બજારમાં આવેલી હિન્દૂ મુસ્લિમોમાં એકતાનું પ્રતીક હઝરત પીર ગૈબન શાહ બાબાનો સંદલ શરીફની ઉજવણી સૈયદ મહમૂદ બાબાની આગેવાનીમાં ઉજવવામાં આવી હતી,જેમાં દરગાહ કમિટીના આદિલભાઈ શેખ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મુસ્લિમ મહોલ્લાથી ભવ્ય ઝુલુસ કાઢવામાં આવ્યું હતું,જે દરગાહ ઉપર પહોંચતા બાબાનો સંદલ ચઢાવવામાં આવ્યો હતો,રાતેબે રિફાઈ સાથે યુવાનો દ્વારા શરીર ઉપર તીક્ષ્ણ હથિયારો વડે ઝરબ કરવામાં આવી હતી.ઝુલુસ બાદ મગ્રીબની નમાઝ પછી ન્યાઝે આમ દાવતનું આયોજન કરવામાં આવ્યું હતું.અયાઝ ભગત તેમજ અક્રમ શેખ દ્વારા સુંદર નાતો કસીદા અને મનકબત પઢાવવામાં આવ્યા હતાં.અંતમાં મસ્જિદના ઇમામ દ્વારા દુવા ફરમાવવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!