MORBI:મોરબીમાં હાર્ડવેર વેપારી પરિવાર સાથે સામૂહિક જીવન ટૂંકાવ્યું
MORBI:મોરબીમાં હાર્ડવેર વેપારી પરિવાર સાથે સામૂહિક જીવન ટૂંકાવ્યું
શહેરના રવાપર રોડ પર વસંત પ્લોટ વિસ્તારમાં રહેતા હાર્ડવેરના વેપારીએ પોતાની પત્ની અને પુત્ર સાથે મળીને સામુહિક જીવન ટૂંકાવ્યું જે બનાવને પગલે પંથકમાં ચકચાર મચી હતી સામુહિક જીવન ટૂંકાવ્યું બનાવને પગલે જીલ્લા પોલીસવડા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફળો દોડી ગયો હતો અને બનાવની વધુ તપાસ ચલાવી છે

પ્રાપ્ત વિગતો મુજબ વસંત પ્લોટમાં રોયલ પેલેસના ચોથા માળે રહેતા હરેશભાઈ દેવચંદભાઈ કાનાબાર (ઉ.વ.૫૭), પત્ની વર્ષાબેન હરેશભાઈ કાનાબાર (ઉ.વ.૫૫) અને પુત્ર હર્ષ હરેશભાઈ કાનાબાર (ઉ.વ.૧૯) એ કોઈ કારણોસર પોતાના ફ્લેટમાં પરિવાર સાથે સામુહિક ટુંકાવ્યું જે બનાવની મૃતકના ભાઈ પંકજભાઈને જાણ થતા પોલીસ મથકમાં જાણ કરી હતી જેથી જીલ્લા પોલીસવડા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા અને બનાવની વધુ તપાસ ચલાવી છે
ઘટના સ્થળે થી સુસાઈડ નોટ મળી આવી – સુસાઈડ નોટ માં આ મોત માટે કોઈ જવાબદાર ના હોવાનો ઉલ્લેખ, જીવન થી કંટાળી પરિવાર સાથે સામુહિક જીવન ટૂંકાવ્યું કર્યું હોવાનો ઉલ્લેખ,પોલીસ દ્વારા સુસાઈડ નોટ કબજે લેવામાં આવી





