MEHSANAVIJAPUR

વિજાપુર હીરપુરા ગામે ચેકડેમ ની ઓફિસે ગનમેન કર્મી ને ધમકીઓ આપી ઓફીસ ની તોડફોડ કરનાર ઈસમ સામે ફરીયાદ

વિજાપુર હીરપુરા ગામે ચેકડેમ ની ઓફિસે ગનમેન કર્મી ને ધમકીઓ આપી ઓફીસ ની તોડફોડ કરનાર ઈસમ સામે ફરીયાદ
ચેકડેમ ની સરકારી મિલકત ને રૂપિયા 30,000/- નુ નુકશાન કર્યું
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર હીરપુરા ગામે આવેલ ચેકડેમ ની ઓફીસ ઉપર ગનમેન તરીકે ફરજ બજાવતા કર્મી ને હીરપુરા ગામના ઈસમે ધમકી આપી મારમારી કરી ગડદાપાટું કરી ઓફીસ ની તોડફોડ કરી રૂ 30,000/- નુ નુકશાન કર્યા બાબતે ફરીયાદ નોંધાઈ છે. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અનોડીયા ગામના પ્રતાપ સિંહ રાઠોડ તેઓ ચેકડેમ ઉપર જી આઈ એસ એફ ગનમેન તરીકે ફરજ બજાવે છે. ગઈ બુધવારની સાંજે હિરપુરા ગામના સૂરપાલ સિંહ રાઠોડ ચેકડેમ ઉપર જઇ ને ગનમેન પ્રતાપ સિંહ રાઠોડ ની સાથે ઝઘડો કરી ગડદાપાટું કરી કાલ થી તારે અહી આવવાનું નહિ મારા ગામની જમીન છે. અને અમારા ગામની જમીન ઉપર ચેકડેમ બનેલ છે. હવે નોકરી માટે આવતો નહિ કહી ધમકીઓ આપી ચેકડેમ ની ઓફિસ ની તોડફોડ કરી રૂપિયા 30,000/- ત્રીસ હજાર નુ સરકારી મિલકત ને નુકશાન કર્યા બાબતે પ્રતાપ સિંહ રાઠોડે સૂરપાલ સિંહ રાઠોડ સ્સમે પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!