તા. ૨૫.૦૯.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ઝાલોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગરાડુ ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત યોજાયો આરોગ્ય કેમ્પ
સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનના સંદર્ભમાં ઝાલોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગરાડુ ખાતે આરોગ્ય કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ ૧૮૨ થી વધુ લાભાર્થીઓએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.આરોગ્ય કેમ્પમાં આરોગ્ય લક્ષી મુદ્દાઓ પર અપાઈ સમજ 1. 2 બાળકો વાળા લાભાર્થીઓને કુટુંબ નિયોજન ઓપરેશન માટે સમજણ પુરી પાડી 2. કેમ્પમાં આવેલ સાસુ વહુ ને કુટુંબ નિયોજન પધ્ધતિ માટે ની વિવિધ પદ્ધતિ વિષે માહિતી પુરી પાડી.3. 30+ દરેક લાભાર્થીઓનુ NCD screening કરવામાં આવ્યું.4. TB તથા Leprosy વિશે માહિતી પુરી પાડવામાં આવી.5. કેમ્પમાં આવેલ 70 ANC ની તપાસ કરવામાં આવી.. સાથેસાથે ANC ના આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવામાં આવ્યું..6. કેમ્પમાં આવેલ લાભાર્થી ના આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવ્યા તથા વિતરણ કરવામાં આવ્યું…7. ધાત્રી માતાઓ ને સ્તનપાન કરાવવાની રીત સમજાવવામાં આવી.આ શિબિર દરમિયાન ગાયનેકોલોજિસ્ટ ડોક્ટરz ધર્મેન્દ્ર અગ્રવાલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો અક્ષય નિસરતા, ડૉ અર્પિત પારગી તથા ડૉ.જાનવી નિનામા તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો