Rajkot: ઝનાના હોસ્પિટલ ખાતે જિલ્લા પંચાયતના પદાધિકારીશ્રીઓ-૫રિવારજનો માટે આરોગ્ય કેમ્પ યોજાયો

તા.૧૯/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: સૌરાષ્ટ્ર કેન્સર કેર અને રીચર્સ ઇન્ટીટ્યુટના સહયોગથી ઝનાના હોસ્પિટલ, રાજકોટ ખાતે જિલ્લા પંચાયતના પદાધિકારીશ્રીઓ અને તેમના ૫રિવારજનો માટે આરોગ્ય કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં કેન્સર તેમજ ડાયાબીટિસ અને હાઇપરટેંશન જેવા નોન કોમ્યુનિકેબલ ડીઝીસનું સ્કીનિંગ કરી સારવાર અપાઇ હતી.
કલેકટરશ્રી ડો.ઓમ પ્રકાશની પ્રેરણાથી જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.આર.આર. ફુલમાલીના માર્ગદર્ન હેઠળ આ કેમ્પ યોજાયો હતો. જેમા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણી, ઉપપ્રમુખશ્રી રાજુભાઇ ડાંગર, કારોબારી ચેરમેનશ્રી પી.જી.કયાડા તથા વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, સદસ્યશ્રીઓ અને તેમના પરીવારજનોનુ હેલ્થ સ્કીનિંગ કરાયુ હતુ.
ઝુંબેશના ભાગરૂપે કેન્સરની તપાસ માટે સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલના સહયોગથી કેમ્પ યોજાઇ રહ્યા છે. ત્યારે જિલ્લા પંચાયતના પદાધિકારીશ્રીઓ અને તેમના પરિવારજનો માટે યોજાયેલ કેમ્પનું આયોજન આરોગ્ય શાખા નોન કોમ્યુનિકેબલ ડીસીઝ સેલ દ્રારા કરાયુ હતુ. સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા મહિલા પદાધિકારીશ્રીઓ અને તેના પરીવારના સભ્યોની HPV -DNA ટેસ્ટ દ્વારા સર્વાઇકલ, બ્રેસ્ટ અને ઓરલ કેન્સરની તપાસ કરાઈ હતી. કેમ્પમા તમામ પદાધિકારીશ્રીઓને તેમના મોબાઇલમાં ‘‘આભા’’ (આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ) એપ ડાઉનલોડ કરી આ એપ દ્વારા કેસ કેવી રીતે સરળતાથી કાઢી શકાય તેની તાલીમ આપી તમામ પદાધિકારીશ્રીઓના કેસ ‘‘આભા’’ એપ દ્વારા કાઢવામા આવ્યા હતા.







