BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
અંકલેશ્વર સબજેલમાં કેદીઓની આરોગ્ય તપાસ:100 કેદીઓના બ્લડ પ્રેશર અને શુગરની તપાસ, દવાઓનું વિતરણ
સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર તાલુકા સબજેલમાં અર્બન હેલ્થ સેન્ટરના સહયોગથી કેદીઓ માટે નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડૉ. જેનીલ પટેલે ઉનાળાની ગરમીમાં કેદીઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે હેતુથી તપાસ હાથ ધરી. તેમણે લગભગ 100 કેદીઓના બ્લડ પ્રેશર અને શુગરની તપાસ કરી.
કેમ્પમાં જરૂરિયાતમંદ કેદીઓને દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું. આ આરોગ્ય તપાસ કેમ્પમાં તાલુકા સબજેલના જેલર સહિતનો સ્ટાફ અને અર્બન હેલ્થ સેન્ટરનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.