તારાપુર ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સંદર્ભે રિહર્સલ યોજાયું

તારાપુર ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સંદર્ભે રિહર્સલ યોજાયું
તાહિર મેમણ – આણંદ – 13/08/2024 – આણંદ જિલ્લાના તારાપુર તાલુકા મથક ખાતે એ. પી. એમ. સી. ગ્રાઉન્ડ ખાતે થનાર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વનું રિહર્સલ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયું હતું.
આ વેળાએ જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ તિરંગો લહેરાવીને ખુલ્લી જીપમાં પોલીસ પરેડનું અભિવાદન ઝીલ્યું હતું.
આ સમયે વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો પર નૃત્ય પ્રદર્શિત કરીને દેશભક્તિના રસથી તરબોળ કરીને ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર શ્રી આર. એસ. દેસાઈ, પ્રાંત અધિકારીશ્રી કુંજલ શાહ, તારાપુર મામલતદાર સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ તથા તાલુકાના અગ્રણીઓ સહિત શાળાના શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.




