
તા.૧૨.૧૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:ગામે ગામ આરોગ્ય કિરણ : દાહોદ જીલ્લામાં આરોગ્યનું ઉજાસ કિરણ ગામે ગામ આરોગ્ય કિરણ કાર્યક્રમ અંતર્ગત દાહોદ જિલ્લાની ૧૦૨ શાળાઓના ૯૭૯૦ બાળકોને આપવામાં આવ્યું આરોગ્ય શિક્ષણ
દાહોદ જીલ્લામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, જીલ્લા પંચાયત દાહોદ દ્વારા જીલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના માર્ગદર્શન હેઠળ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવતના દિશા સૂચન હેઠળ “ગામે ગામ આરોગ્ય કિરણ” કાર્યક્રમ સફળતાપૂર્વક અમલમાં મુકાયો છે. ગામે ગામ આરોગ્ય કિરણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની ૧૦૨ શાળાઓમાં ૯૭૯૦ બાળકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું જેમા સિકલ સેલ, બાળરોગ, એનિમિયા , ટીબી મેલેરીયા ડેન્ગ્યુ, લેપ્રસી,ડાયાબિટીસ પાણીજન્ય રોગો સ્વચ્છતા, યોગ્ય પોષણકડી અને આરોગ્ય સંબંધિત વિવિધ વિષયો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.બાળકોને વધુ અસરકારક માર્ગદર્શન મળી રહે તે માટે પ્રોજેક્ટર દ્વારા વિવિધ આરોગ્ય વિષયક વિડિઓ તથા PPT પ્રસ્તુત કરવામાં આવી, જેથી તેઓને આરોગ્ય પ્રત્યે યોગ્ય જાગૃતિ અને સમજણ વિકાસ પામે. સાથે સાથે બાળકોને હાથ ધોવાની રીત બતાવવામાં આવી આંખોની તપાસ અને અન્ય તપાસ પણ કરવામાં આવી હતી આ આરોગ્ય કાર્યક્રમ દરમિયાન ખાસી શરદી તાવના 1626 ,સિકલ સેલ 442, ટીબી 139, એનિમિયા 1377 બાળકોની તપાસ કરી સારવાર કરાવમાં આવી તથા 326 બાળકોના આભા કાર્ડ કાઢવામાં આવ્યા હતા.દાહોદ જીલ્લા આરોગ્ય વિભાગનો આ પ્રયત્ન ખરેખર “ગામે ગામ આરોગ્ય કિરણ” રૂપે ગામડાંમાં આરોગ્યનું ઉજાસ કિરણ સાબિત થઈ રહ્યો છે.




