સંપૂર્ણતા અભિયાન અન્વયે સુરેન્દ્રનગર જિલ્લાની ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગોલ્ડ મેડલ એનાયત
રાજ્ય કક્ષાના સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહમાં મુખ્યમંત્રીના હસ્તે સન્માન સ્વીકારતાં જિલ્લા સમાહર્તા રાજેન્દ્રકુમાર પટેલ

તા.29/07/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
રાજ્ય કક્ષાના સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહમાં મુખ્યમંત્રીના હસ્તે સન્માન સ્વીકારતાં જિલ્લા સમાહર્તા રાજેન્દ્રકુમાર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે મહાત્મા મંદિર ખાતે ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજિત સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ અંતર્ગત એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ (ADP) અને એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ (ABP)માં સમાવિષ્ટ ગુજરાતના જિલ્લાઓ અને તાલુકાઓની ટીમને વિકાસના વિવિધ માપદંડોના નિર્ધારિત લક્ષ્યાંકોમાં વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરવા બદલ મેડલ્સ અને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ સંપૂર્ણતા અભિયાન અન્વયે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો રાજ્ય કક્ષાના આ સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જિલ્લા સમાહર્તા રાજેન્દ્ર કુમાર પટેલને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો અત્રે નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા છેવાડાનો નાગરિક રાષ્ટ્ર વિકાસયાત્રાનો સક્રિય ભાગીદાર બને તેવા વિઝન સાથે વર્ષ ૨૦૧૮માં ‘એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ’ તથા વર્ષ ૨૦૨૩માં ‘એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ’ દેશના પછાત જિલ્લાઓ અને તાલુકાઓના સર્વાંગી વિકાસ માટે શરૂ કરવામાં આવ્યો હતો જેમાં ADPમાં ગુજરાતના દાહોદ અને નર્મદા જિલ્લાઓનો તથા ABPમાં તાપી જિલ્લાના કુકરમુંડા અને નિઝર તાલુકા, કચ્છના લખપત અને રાપર, છોટાઉદેપુરના ક્વાંટ અને નસવાડી, બનાસકાંઠાના થરાદ, ડાંગના સુબીર, દાહોદના ગરબાડા, નર્મદાના નાંદોદ, પંચમહાલના ઘોઘંબા, પાટણના સાંતલપુર તથા સુરેન્દ્રનગરના સાયલા તાલુકા સહિત કુલ ૧૦ જિલ્લાઓના ૧૩ તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.



