
વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,વિસનગર
જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા અને APMC વિસનગરના સહયોગથી તા.૩૦-૧૦-૨૦૨૪ના રોજ બુધવાર સમયઃ સવારે ૯-૦૦ થી ૧૩-૦૦ કલાકે એ.પી.એમ.સી.હોલ વિસનગર ખાતે કેમ્પ યોજાશે એ.પી.એમ.સી.વિસનગર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ તથ બ્લડ ડોનેશન કેમ્પ તથા વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ડાયાબીટીસ, બી.પી., હૃદયરાગ તથા ટી.બી., ક્રમ અને ફેફસાના રોગોના નિષ્ણાંત જનરલ ફીઝીશીયન જનરલ સર્જન સેવા આપશે. ચામડી, માનસિક રોગ, આંખના, હાડકાના રોગના નિષ્ણાંત , કાન, નાક, ગળાના રોગના નિષ્ણાંત ,સ્ત્રી રોગના નિષ્ણાંત , કીડનીને લગતા રોગ, મગજની બિમારીના નિષ્ણાંત ,દાંતના રોગોના નિષ્ણાંત . પેરાપ્લાઝીયા રોગનું નિદાન , * કેન્સર નિદાન બાળ રોગના નિષ્ણાંત દ્વારા આ તમામ રોગની સેવાઓ અમદાવાદના નિષ્ણાંત ડૉક્ટરો દ્વારા શારીરીક તપાસ, દવા, સારવાર અને ECG, સોનોગ્રાફી, ઈકો, કેન્સર રથ દ્વારા મેમોગ્રાફી, પેપ સ્મીયર તપાસ આ કેમ્પમાં વિનામુલ્યે આપવામાં આવશે.
મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ૧૦૬૪ સગર્ભા માતાઓને રાગી-ડ્રાયફ્રુટના પૌષ્ટિક લાડુ વિતરણ કરાશે તેમજ ૧૦૬૪ ગંગાસ્વરૂપ બહેનોની આરોગ્ય તપાસ તથા સાડી વિતરણ કરવામાં આવશે.૧૦૬૪ કિશોરીઓને HPV સર્વાઈકલ કેન્સર રસીકરણ કરવામાં આવશે. ૧૨ મિલીગ્રામ કરતા વધુ HB વાળી ૧૬૪ કિશોરીઓને ડ્રેસ વિતરણ કરવામાં આવશે.



