GUJARATMODASA

મોડાસા : સાકરીયા હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી જન્મોત્સવનું ભવ્ય આયોજન, સાંજે ભવ્ય મહાઆરતી સાથે મહા પ્રસાદનું પણ આયોજન 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મોડાસા : સાકરીયા હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી જન્મોત્સવનું ભવ્ય આયોજન, સાંજે ભવ્ય મહાઆરતી સાથે મહાપ્રસાદનું પણ આયોજન

સાકરીયા હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી જન્મોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે આ પવિત્ર પ્રસંગમાં 100 વધુ દંપતી લોકો મહાયજ્ઞનો ભાગ લીધો છે સાંજે મહા આરતી કર્યા બાદ મહા પ્રસાદનું પણ આયોજન કરેલ છે જેમાં આશરે 25 હજાર થી વધુ લોકો મહા પ્રસાદનો લાભ લેશે.સાકરીયા હનુમાનજી મંદિર ખાતે 500 જેટલા સ્વયંસેવકો આજના પવિત્ર દિવસ નિમિત્તે ખડેપગે રહી સેવા આપશે. સુતેલા હનુમાનજીનું ગુજરાતમાં માત્ર એક આ સાકરીયા ખાતે આવેલ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર જે સ્વયંભુ શ્રી ભીડભંજન દેવ સાકરીયા તરીકે ઓરખાય છે લોક માન્યતા અનુસાર અને મહાભારત યુગ સાથે આ મંદિર જોડાયેલ છે.

 

:- શ્રી ભીડભંજન દેવ સાકરીયામંદિરનો સંપૂર્ણ ઈતિયાસ

જેમાં લોક વાયકા અનુસાર એવું કહેવાય છે કે પાંડવપુત્ર ભીમે પોતાના બળનું અભિમાન હતું કે જગતમાં મારાથી બળવાન કોઈ નથી ત્યારે હનુમાનજી દાદા આરામ કરતા હતા અને ત્યાંથી ભીમ પસાર થતા રસ્તા પર રહેલી હનુમાન દાદાજીની પૂંછને હટાવવાનો ઘણો પ્રયત્ન કરતા હનુમાનજીની પૂંછ ઉંચી કે હટાવી શક્યા ન હતા ત્યારે આ ભીમને આ સ્થળ પર દિવ્ય શક્તિનો ખ્યાલ થયો હતો. આ પ્રસંગ સાથે આ સ્થળ સામ્યતા ધરાવે છે. આ મંદિર હનુમાનજી દાદાના અનેક પરચાઓનો ભક્તોને અનુભવ થયા છે તેથી તેમની મનોકામના પૂર્ણ થાય તેવી આશા સાથે નતમસ્તક ઝૂકી વંદન કરે છે.

અતિ પ્રાચીન વર્ષો પુરાણા આ મંદિરની આસપાસ ગાઢ જંગલ હતું અને આ વિસ્તાર આંબલીઓના વૃક્ષોથી ઘેરાયેલો હતો આંબલી નીચે હનુમાન દાદાના મુખારવિંદ જેવો પથ્થર દેખાતો હતો તે પથ્થરને વટેમાર્ગુ દર્શન કરી ધન્યતા અનુભવતા હતા. ત્યારે માધુભાઈ નામના ભક્તે આ સ્થળ પર ઓટલો બંધાવ્યો અને હનુમાનજી પર શ્રધ્ધા અને ભક્તિભાવથી પ્રેરાઈને આ જગ્યાએ કાયમી વસવાટ કરી સેવા કરવા લાગ્યા હતા. માધુભાઈ મહારાજને સ્વપ્નમાં દાદાની મૂર્તિના દર્શન થયા અને જ્યાં ખોદકામ કરતા આખી દસ ફુટ લાંબી શયન મુદ્રામાં બિરાજમાન હનુમાન દાદાની દિવ્ય પ્રતિમા નીકળી જે દિવ્ય અને ચમત્કારી છે. અને ધીમે ધીમે લોકોની શ્રધ્ધા વધતી ગઈ અને ઓટલામાંથી દેરી અને દેરીમાંથી મંદિરનું નિર્માણ થયું.

દાદાના દિવ્ય પ્રતિમાના દર્શન:

સમગ્ર ભારતમાં સ્વયંમ ભૂ અને અને સ્વયંમ પ્રગટેલા આરામ મુદ્રામાં અનોખી સ્વરૂપની પ્રતિમા બે સ્થળો પર બિરાજમાન છે. એક અલ્હાબાદ ત્રિવેણી સંગમ પર અને બીજી ગુજરાતમાં એક માત્ર સાકરીયા ગામે સૂતેલા હનુમાન તરીકે પણ ઓળખાતા દિવ્ય પ્રતિમાના દર્શન કરી લોકો ધન્યતા અનુભવી રહ્યા છે. દાદાની સિંદુરી પ્રતિમાના દર્શન માત્રથી આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ મળે છે અને દાદા સર્વની મનોકામના પૂર્ણ કરે છે. સાકરીયા સ્વયંમ ભૂ ભીડભંજન હનુમાનજી દાદાની પ્રતિમાના દર્શન કરવાથી અનેક ઉર્જાનો અનુભવ થાય છે. આ મંદિર ભક્તો માટે એક આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આ સ્થાને હનુમાન દાદાના અનેક પરચાઓથી ભક્તોમાં, શ્રધ્ધાળુઓમાં ખૂબ જ આસ્થા અને વિશ્વાસ રહેલો છે. હનુમાન દાદાજીના દિવ્ય મંદિરે દર્શનાર્થીઓ પગપાળા કરીને પોતાની માનતા અને આસ્થા સાથે દાદાની આગળ શિશ ઝુકાવીને સદા સઘળી મનોકામના પૂર્ણ કરે છે. તેથી સાકરીયા હનુમાનજી મંદિરના ધામમાં દર શનિવાર, રવિવાર અને મંગળવારે ભક્તોની ભારે ભીડ રહેતી હોય છે અને દાદાના મંદિરે મળે છે મનની શાંતિનો અનુભવ…

Back to top button
error: Content is protected !!