GUJARATJUNAGADH

પશુ વિજ્ઞાન કેન્દ્ર, ભૂતવડ દ્વારા પશુપાલકો માટે એક દિવસીય તાલીમ અને મુલાકાત કાર્યક્રમનું આયોજન કરાયું

પશુ વિજ્ઞાન કેન્દ્ર, ભૂતવડ દ્વારા પશુપાલકો માટે એક દિવસીય તાલીમ અને મુલાકાત કાર્યક્રમનું આયોજન કરાયું

પશુ વિજ્ઞાન કેન્દ્ર, ભૂતવડ તાલુકા ધોરાજી દ્વારા બાચફ સંસ્થાના સહયોગથી અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ૪૫ પશુપાલકો માટે વૈજ્ઞાનિક પશુપાલન વિષય ઉપર એક દિવસીય તાલીમ અને મુલાકાત કાર્યક્રમ પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય,જૂનાગઢ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં સહ-પ્રાધ્યાપક શ્રી ડો.શીશભાઈ સવસાણી દ્વારા વૈજ્ઞાનિક પશુપોષણ વિષય ઉપર અને પ્રાધ્યાપક અને વડા શ્રી ડો. મહેશભાઈ ગડરિયા દ્વારા વૈજ્ઞાનિક પશુપાલન વિષય ઉપર પ્રાસંગિક ઉદબોધન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું. તેમજ પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જૂનાગઢના પશુચિકિત્સાલય, શરીર રચના શાસ્ત્ર વિભાગ, ગાયનાકોલોજી વિભાગમાં મ્યુઝીયમમાં પશુપાલકોની મુલાકાત યોજાઈ હતી. જેમાં પ્રાધ્યાપકશ્રીઓ શ્રી ડો. ડામોર, શ્રી ડો. નીલીમા બ્રમ્હભટ્ટ અને શ્રી ડો. વિષ્ણુદેવ કુમાર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતુંઆ તાલીમ સત્ર દરમ્યાન વેટેરીનરી કોલેજના સહ-પ્રાધ્યાપક શ્રી ડો. ગર્ગ અને બાયફ સંસ્થાના શ્રી ડો. તુષાર બામ્બણીયા ઉપસ્થિત રહ્યા હતા. તાલીમના બીજા સત્રમાં કામધેનુ યુનિવર્સીટીના પશુ ઉછેર કેન્દ્ર, જુનાગઢ ખાતે પશુપાલકોની મુલાકાત યોજાઈ હતી અને મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક શ્રી ડૉ.વિજયભાઈ કરંગીયા દ્વારા ગીર ગાય અને જાફરાબાદી ભેંસનું વૈજ્ઞાનિક વ્યવસ્થાપન બાબત પ્રાત્યક્ષિક ઉદાહરણો દ્વારા સરસ માહિતી આપવામાં આવી હતી. આ એક દિવસની તાલીમ અને મુલાકાત કાર્યક્રમ દ્વારા મળેલ વૈજ્ઞાનિક માહિતી બાબતે પશુપાલક તાલીમાર્થીઓએ આનંદ વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન અને સંચાલન બદલ બાયફ સંસ્થા, રાજુલાના શ્રી ડો. તુષાર બામ્બણીયા, પશુચિકિત્સા અધિકારીશ્રી પશુ વિજ્ઞાન કેન્દ્ર, ભુતવડ, વેટેરીનરી કોલેજના આચાર્યશ્રી ડો. પી.એચ.ટાંક, પશુ ઉછેર કેન્દ્ર, જૂનાગઢના સંશોધન વૈજ્ઞાનિક શ્રી ડો. મુલરાજ ઓડેદરા, પશુ વિજ્ઞાન કેન્દ્ર, ભુતવડના નોડલ અધિકારી શ્રી ડો. સુરેન્દ્ર સાવરકર, વેટેરીનરી કોલેજના શ્રી અંકુર દેસાઈ, શ્રી ડો. અલ્પેશ સુથાર અને વેટરનરી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતીઆ સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન અને સંચાલન બદલ બાયફ સંસ્થા, રાજુલાના શ્રી ડો. તુષાર બામ્બણીયા, પશુચિકિત્સા અધિકારીશ્રી પશુ વિજ્ઞાન કેન્દ્ર, ભુતવડ, વેટેરીનરી કોલેજના આચાર્યશ્રી ડો. પી.એચ.ટાંક, પશુ ઉછેર કેન્દ્ર, જૂનાગઢના સંશોધન વૈજ્ઞાનિક શ્રી ડો. મુલરાજ ઓડેદરા, પશુ વિજ્ઞાન કેન્દ્ર, ભુતવડના નોડલ અધિકારી શ્રી ડો. સુરેન્દ્ર સાવરકર, વેટેરીનરી કોલેજના શ્રી અંકુર દેસાઈ, શ્રી ડો. અલ્પેશ સુથાર અને વેટરનરી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!