BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

HMPV વાયરસને લઇ આરોગ્ય તંત્ર એલર્ટ:ભરૂચ સિવિલ હોસ્પિટલ કોઈ પણ ઈમરજન્સીની પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર

સમીર પટેલ, ભરૂચ
રાજ્યમાં અમદાવાદ ખાતે હ્યુમન મેટાન્યુમો વાયરસ ( એચએમપીવી) નો પહેલો કેસ આવતાં જ તંત્ર સતર્ક થઇ ગયું છે. સરકાર દ્વારા પણ વાયરસને તુરંત અંકૂશમાં લેવા માટેના પગલાં ભરવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલ પણ સતર્ક બની ગયું છે કોઈ પણ ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ બતાવી હતી.
કોરોના બાદ દુનિયામાં વધુ એક વાયરસે હાહાકાર મચાવ્યો છે ચાઈનામાં હ્યુમન મેટાન્યુમો વાયરસે મચાવ્યો છે.સોશિયલ મીડિયામાં ચીનમાં એચએમપીવીના કેસોથી અફરાતફરીના વિડીયો જોઇને એક તરફ લોકોમાં કોરોના મહામારીની યાદ તાજી થઇ જવા સાથે દહેશત જોવા મળી રહી છે.ત્યારે ગુજરાતના અમદાવાદમાં એક કેસ મળી આવતા રાજ્ય સરકાર એલર્ટ બનીને તમામ પ્રકારી ઈમરજન્સીને પહોંચી વળવા એક એડવાઇઝરી જાહેર કરી છે.આ અંગે ભરૂચ સિવિલ હોસ્પિટલ એટલે કે ડો કિરણ.સી.પટેલ મેડિકલ કોલેજ એન્ડ રીસર્જ ઇન્સ્ટિટ્યૂટ ભરૂચ ખાતે દિવ્ય ભાસ્કરની ટીમે મુલાકાત લઈને તેની તૈયારીઓ અંગે ચિતાર મેળવ્યો હતો.
આ અંગે ડો કિરણ.સી.પટેલ મેડિકલ કોલેજ એન્ડ રીસર્જ ઇન્સ્ટિટ્યૂટના ફીઝીશીયન ડો,દીપા થડાનીએ જણાવ્યું હતું કે, આ એક સામાન્ય શરદી, ખાંસીવાળો વાયરસ છે, પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી, તે દવાઓથી પણ સારું થઈ જાય છે. આ વાયરસ સિનિયર સિટીઝન અથવા તો નાની ઉમરવાળાને વધારે અસર કરીને નિમોનીયા થઈને મોત પણ થઈ શકે છે. હજી ભરૂચમાં એક પણ કેસ આવ્યો નથી, પરંતુ અમારી સિવિલ હોસ્પિટલમાં તેના ચેકિંગથી લઈને આઇસોલેશન વોર્ડ તાલીમ મેળવેલો સ્ટાફ ડોક્ટર અને ઓક્સિજન પ્લાન્ટ પણ તૈયાર છે. જેથી કોઈ પણ ઈમરજન્સીને પહોંચી વળવા તૈયાર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!