GUJARATJUNAGADH

સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન જૂનાગઢ ખાતે તા.૧ લી નવેમ્બરે યોગ સંવાદ કાર્યક્રમ યોજાશે

સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન જૂનાગઢ ખાતે તા.૧ લી નવેમ્બરે યોગ સંવાદ કાર્યક્રમ યોજાશે

ગુજરાત સરકાર દ્વારા લોકોને સ્વસ્થ રાખવા અને મેદસ્વિતાથી મુક્ત રાખવા માટે સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના આ સંકલ્પને સાકાર કરવા અને આ અભિયાનને આગળ વધારવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જૂનાગઢ ખાતે તા.૧લી નવેમ્બરના રોજ બપોરે ૪ કલાકે યોગ સંવાદ કાર્યક્રમનું આયોજન કર્યું છે.ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રીના માર્ગદર્શન હેઠળ મેદસ્વિતા અંગે જનજાગૃતિ લાવવા માટે જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ પરના ભાજપ કાર્યાલય કમલમ ખાતે આ યોગ સંવાદ કાર્યક્રમ યોજાશે. મહત્વનું છે કે, આ કાર્યક્રમ લોકોના માનસિક તથા શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે આવનારી પેઢીમાં યોગ અંગેની જાગૃતતા આવે અને લોકો નિયમિતપણે યોગ કરવા માટે પ્રેરાય તેવા હેતુ સાથે આયોજન કરવામાં આવ્યું છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!