DAHODGUJARAT

સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” પખવાડિયા અંતર્ગત દાહોદમાં ટાંડા ખાતે ટીબી દર્દીઓ માટે પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

તા.૧૯.૦૯.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:”સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” પખવાડિયા અંતર્ગત દાહોદમાં ટાંડા ખાતે ટીબી દર્દીઓ માટે પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” પખવાડિયા અંતર્ગત દાહોદમાં ટાંડા ખાતે ટીબી દર્દીઓ માટે પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત ગામના પ્રથમ નાગરિક એવા કોટડાખુર્દના સરપંચ ગોરાભાઈ ફતાભાઈ ડામોર, ઝરીખુર્દના સરપંચશ્રી વાસુભાઈ ગવજીભાઈ મેડા, રવાલીખેડાના સરપંચ નવીનભાઈ મોતીભાઈ નિનામા, જુનાપાણીના સરપંચ પાંગળા સકરીયાભાઈ ડામોર તથા જુનાપાણીના સ્થાનિક આગેવાન બારિયા દસિયાભાઈ પારસિંગભાઈના સહયોગથી કુલ ૨૦ પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.પોષણ કીટ વિતરણ નીચે મુજબ રહ્યું:- કોટડાખુર્દ: 10 કીટ – સરપંચશ્રી ગોરાભાઈ ડામોર દ્વારા- ઝરીખુર્દ: 5 કીટ – સરપંચ વાસુભાઈ મેડા દ્વારા- રવાલીખેડા: 2 કીટ – સરપંચ નવીનભાઈ નિનામા દ્વારા- જુનાપાણી: 2 કીટ – સરપંચ પાંગળા ડામોર દ્વારા- જુનાપાણી: 1 કીટ – સ્થાનિક આગેવાન દસિયાભાઈ બારિયા દ્વારાઆ દરમ્યાન મેડિકલ ઓફિસર ડો. નરેશ મોરી તથા ડો. ઉમેશ પડવાલ દ્વારા ઉપસ્થિત દર્દીઓને ટી.બી.ની સારવાર દરમિયાન અને ત્યારબાદ કઈ કાળજી લેવી તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી તેમજ ટી.બી.થી બચવા માટેના ઉપાયો તેમજ “ટી.બી. મુક્ત ભારત” મિશન વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. પ્રા.આ.કે.ના સુપરવાઈઝર મુકેશભાઈ ચૌહાણ દ્વારા સરપંચઓ તથા હાજર રહેલા દર્દીઓ અને ગ્રામજનોને ટી.બી. મુક્ત પંચાયત બનાવવા સહયોગ આપવા માટે આહ્વાન કરવામાં આવ્યું

Back to top button
error: Content is protected !!