MEHSANAVADNAGAR

૪૫ જેટલા કલાકારોએ વડનગરના ભવ્ય અને અદ્ભુત સ્થાપત્ય તેમજ તેના ઐતિહાસિક સ્મારકોની મુલાકાત લીધી

સ્વચ્છતા અભિયાનને વધુ વેગ આપવા માટે પ્રેરણાદાયી સ્ટ્રીટ પ્લે અને ફ્લેશ મોબનું પણ આયોજન કરાયું

વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર, વડનગર

વડનગર ખાતે ગત તા. ૧૯ એપ્રિલના રોજ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા યોજાયેલા સાંસ્કૃતિક શનિવારના કાર્યક્રમમાં કલા, સંસ્કૃતિ અને સામાજિક જાગૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અમદાવાદ અને ગુજરાતનાં અન્ય શહેરોમાંથી પધારેલા ૪૫ જેટલા કલાકારોએ વડનગરના ભવ્ય અને અદ્ભુત સ્થાપત્ય તેમજ તેના ઐતિહાસિક સ્મારકોની મુલાકાત લીધી હતી. આ કલાકારોએ આ અમૂલ્ય વારસાને પોતાની કલાના રંગોમાં કંડારીને એક નવી ઓળખ આપવાનો પ્રયાસ કર્યો હતો.

કાર્યક્રમમાં સ્થાનિક કલાકારોના સમૂહે કથક નૃત્યની પ્રસ્તુતિ કરીને વડનગરની સમૃદ્ધ કલાત્મક પરંપરાને જીવંત રાખી, જેણે ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. એટલું જ નહીં, વડનગર ખાતે ચાલી રહેલા સ્વચ્છતા અભિયાનને વધુ વેગ આપવા માટે પ્રેરણાદાયી સ્ટ્રીટ પ્લે અને ફ્લેશ મોબનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેના દ્વારા સ્વચ્છતા અને વડનગરના ગૌરવપૂર્ણ ઇતિહાસ વિશે પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ કલાત્મક રજૂઆતોએ ઉપસ્થિત સૌને સ્વચ્છતાના મહત્વ અને શહેરના ઇતિહાસથી વાકેફ કર્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમ વડનગરની કલાત્મક અને સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરનારો અને સમાજમાં જાગૃતિ ફેલાવનારો રહ્યો, જેણે ઉપસ્થિત દરેક વ્યક્તિને એક નવી પ્રેરણા અને ઉત્સાહથી ભરી દીધા હતા.

Back to top button
error: Content is protected !!