વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
માનવ એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રામ પટેલના મુવાડા ખાતે ભવ્ય લોક ડાયરા નું આયોજન કરાયું
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના રામ પટેલ ના મુવાડા ખાતે માનવ એકતા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ એચપી દરજી દ્વારા ભવ્ય લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી માનવ એકતા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ દ્વારા તારીખ 12 6 2024 ના રોજ લોક ડાયરો નું આયોજન કરાયું જેમાં શૌર્ય ગીત દેશભક્તિના ગીતો સાથે ભવ્ય લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નગરજનો તેમજ બાળકો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને લોકોએ ડાયરાની મોજ માની હતી માનવ એકતા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ એચપી દરજી તેમજ ટ્રસ્ટના સભ્યો પણ આ કાર્યક્રમ માં હાજરી આપી હતી.