
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં આવતીકાલે ભારે વરસાદની આગાહી : ઓરેન્જ એલર્ટ
સમગ્ર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી હોવાથી આગામી બે દિવસ બિન-જરૂરી પ્રવાસ ન કરવો
અરવલ્લી જિલ્લામાં તા.૦૫/૦૫/૨૦૨૫ના રોજ સરેરાશ ૧૪.૩૩ mm જેટલો વરસાદ નોંધાયેલ છે. અરવલ્લી જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. તેમજ આવતીકાલે પણ ભારે વરસાદ સંદર્ભે ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં પણ ભારે વરસાદની આગાહી હોવાથી આગામી બે દિવસ બિન-જરૂરી પ્રવાસ ન કરવા તેમજ જો કોઇ આકસ્મિક ઘટના કે અકસ્માત બને તો તાત્કાલિક જિલ્લા ડીઝાસ્ટર કંટ્રોલ રૂમ નં. ૦૨૭૭૪-૨૫૦૨૨૧ પર જાણ કરવા અરવલ્લી જિલ્લાનાં નાગરીકોને નમ્ર અપીલ છે.




