AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE
ઠંડીને લઈ હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી, ૩ દિવસમાં ઠંડી વધશે
3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થતા ઠંડી વધશે તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 1-2 ડિગ્રી તાપમાન ઘટી શકે તેવી હવામાન વિભાગે આગાહી
ઠંડીને લઈ હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે, જે મુજબ આગામી 3 દિવસ તાપમાનમાં એક-બે ડિગ્રીનો ફેરફાર થઈ શકે છે તેમજ ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટી શકે છે. આપને જણાવીએ કે, અમદાવાદમાં 15.9 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં 15.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. નલિયા અને વડોદરામાં સૌથી ઓછું 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આગામી 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થતા ઠંડી વધશે તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 1-2 ડિગ્રી તાપમાન ઘટી શકે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હાલ પૂર્વીય પવનો ફૂંકાતા હવામાનમાં વધુ ફેરફાર થવાની શક્યતા નહીવત છે.
બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ કહ્યું કે, ”નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં સાયક્લોન બનવાની શકયતા રહેશે, જેના પગલે 29 નવેમ્બરથી ઠંડીનો ચમકારો વધી શકે છે. 29 નવેમ્બર પછી લઘુત્તમ તાપમાન 8 થી 10 ડીગ્રી રહેવાની સંભાવના પણ વ્યક્ત કરી છે”
અમદાવાદના તાપમાનની વાત કરીએ તો 15 ડિગ્રી તો ગાંધીનગરમાં 15.3 ડિગ્રી તાપામાન નોંધાયું છે. શિયાળાની સિઝન શરૂ બાદ જ હવે ધીમે ધીમે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ગુલાબી ઠંડીનું જોર વધતા લોકો તાપણાનો સહારો પણ લેતા જોવા મળી રહ્યા છે. જ્યારે બીજી તરફ કેટલાક લોકો ઠંડીમાં પર્યટક સ્થળો ફરવા જવાનું વધુ પસંદ કરી રહ્યાં છે. જો કે, વહેલી સવારે ગુલાબી ઠંડીમાં મોનિંગ વોક માટે જતા લોકોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તો વળી કેટલાક લોકો ઠંડીનું પ્રમાણ વધતા લોકો ઘરમાં જ પૂરાઈ રહેવાનું વધારે પસંદ કરી રહ્યા છે. રાજ્યમાં ગુલાબી ઠંડી દસ્તક દેતા ખેડૂતોમાં આનંદ છવાયો છે.