
વિજાપુર મા ભારે વરસાદ કોલવડા પામોલ મોરવાડ મહાદેવપુરા સહીત ગામો શહેર ના તળાવ ઓવફલો થયા
ઈન્દીરા નગર મા પાણી ભરાઈ જવા પામ્યું રાહત કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઇ ચાર ચાર ફૂટની દીવાલો પડી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર મા રાત્રીના સમયે ચાલુ થયેલ વરસાદ સતત ચાલુ રહેતા કેટલાક ગામો અને શહેર મા આવેલા તળાવો ઓવરફ્લો થયો હતા. જેને કારણે પુર જેવી પરસ્થિતિ ઊભી થવા પામી હતી. પામોલ કોલવડા મોરવાડ મહાદેવપુરા ગવાડા ના તળાવો ભરાઈ ગયા હતા અને ઓવર ફ્લો થયા હતા. જેના કારણે આસપાસ ના ગામો મા ખેતરો મા પાણી ઘૂસી ગયા હતા. જ્યારે શહેરી વિસ્તાર માં ઈન્દીરા નગર તેમજ તળાવ ની આસપાસ મા રહેતા લોકોના ઘરો મા પાણી ઘુસી ગયા હતા. વરસાદ ના કારણે પીડબ્લ્યુ ની ચાર પાંચ ઊંચી દીવાલ તેમજ તંબોળી ના ખાંચા વાળી દીવાલ તૂટી પડી હતી. પાલીકા એ બનાવેલ તમાકુ માર્કેટ બાજુ વાળો નવીન તળાવ મા પાણી ભરાઈ જતાં ગોવિંદપુરા તરફ જતી પાઇપ ખોલતા ગ્રામજનો પણ ગામ માં પાણી ઘુસી જવાના બીકે રોષે ભરાયાં હતાં. પાલીકા એ પોલીસ ને બોલાવી બંદોબસ્ત વચ્ચે તળાવની પાઇપ ખોલવાની કામગીરી કરી હતી કોલવડા તેમજ પામોલ મોરવાડ સહિત ના ગામો મા તળાવ ઓવરફ્લો થવાથી પાણી ખેતરો ગામ માં ઘુસી જતા તંત્ર દ્વારા રાહત ની કામગીરી હાથ ધરી હતી. જોકે હાલમાં પણ વરસાદ ની આગાહી ના પગલે તંત્ર દ્વારા અગમચેતી રાખવા ની વારંવાર શહેરી જનો અને ગ્રામજનો ને સૂચના આપવા મા આવી છે.







