નરેશપરમાર.કરજણ,
ગંભીરા બ્રિજ ઉપર વહીવટ તંત્રની બેદકારીનો નમૂનો
વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ, તંત્રની કાર્યવાહી ખરેખર હાસ્યાસ્પદ બની છે!
વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ, તંત્રની કાર્યવાહી ખરેખર હાસ્યાસ્પદ બની છે! ગંભીરા બ્રિજની દુર્ઘટના: અણઘડ વહીવટનો નમૂનો ગંભીરા બ્રિજ પછી પણ તંત્ર ના સુધર્યું તૂટેલા પુલ બહાર દીવાલ બનાવી દેવામાં આવીબ્રિજના છેડે દીવાલ ચણી દેવામાં આવી, અને સૌથી મોટી ભૂલ તો એ થઈ કે અંદર ત્રણ-ત્રણ રેસ્ક્યુ વાહનો જ પૂરાઈ ગયા. હવે એ વાહનોને બહાર કાઢવા માટે કદાચ વધુ એક “રેસ્ક્યુ ઓપરેશન” કરવું પડશે અથવા આ દીવાલ તોડવી પડશે, જે તંત્રની બેદરકારી અને આયોજનના અભાવને સ્પષ્ટપણે દર્શાવે છે. આ ઘટના તંત્રની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઉભા કરે છે.