
નરેશપરમાર.કરજણ –
અંકલેશ્વરમાં NH 48 પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ યથાવત
વાલિયા ચોકડી નજીક સૂરત તરફ જતી લેનમાં લાંબો ટ્રાફિકજામ વાહનોની લાંબી કતાર જોવા મળી
અંકલેશ્વર જટિલ બનતી ટ્રાફિક સમસ્યા વચ્ચે પુનઃ એકવાર નેશનલ હાઇવે નંબર 48 પર સુરત જતી લેનમાં 5 કિમિ લાંબી વાહનો કતાર જોવા મળી હતી. વારંવાર સર્જાતા ટ્રાફિક જામ અંગે સ્થળ તપાસ કરતા આમલાખાડી બ્રિજ સાંકળો ( બોટલ નેક ) હોવાથી આ પરિસ્થિતિ ઉદ્દભવી રહી છે. અહીં હાઇવે પર ના 3 લાઈન માં આવતા વાહનો અને વાલિયા ચોકડી થઇ આવતા એપ્રોચ રોડ ની બે લાઈન માં વાહનો બ્રિજ આગળ જ ભેગા થાય છે. જેને લઇ બ્રિજ પાર કરવા વાહન ઉતાવળ કરી આગળ વધતા પાંચ લાઇન માં વાહન બે લાઇન જવા જતા પાછળ વાહન કતાર લાગી જાય છે. હવે હાઇવે પર ના માર્ગો પણ સાંકળા પડી રહ્યા છે. વધુ એક માર્ગ ના વિસ્તૃતીકરણ તરફ એન.એચ.આઈ આગળ વધી રહી છે. આ વચ્ચે રોજબરોજ ના ચક્કાજામ ને લઇ માર્ગ પરિવહન પર વિપરીત અસર પડી રહી છે. એન.એચ.આઈ દ્વારા આમલાખાડી સમાન્તર વધુ એક બ્રિજ બનાવવા માટે મંજૂરી મેળવી ઇજારદારને ઇજારો પણ આપવામાં આવ્યો હતો. જેના દ્વારા હાલ બ્રિજ પાસેસ્પાન ઉભા કરવા માટે પણ કવાયત શરુ કરી છે. જો કે હજુ પણ દોઢ વર્ષ થી બે વર્ષ સુધી આ સમસ્યા યથાવત રહી શકે છે. તેમ એક્ષ્પર્ટ જણાવી રહ્યા છે.




