GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના માધાપરના રહેણાંકમાંથી વિદેશી દારૂની બોટલો ઝડપાઇ:આરોપી ફરાર 

 

MORBI:મોરબીના માધાપરના રહેણાંકમાંથી વિદેશી દારૂની બોટલો ઝડપાઇ:આરોપી ફરાર

 

 

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે માધાપર શેરી. નં.૧૩ના રહેણાંક મકાને રેઇડ કરી વિદેશી દારૂની ૮ બોટલ ઝડપી લેવામાં આવી છે. રેઇડ દરમિયાન આરોપી હાજર મળી ન આવતા તેને વોન્ટેડ દર્શાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમને બાતમી મળી કે માધાપર શેરી નં.૧૩માં દશરથસિંહ ઝાલા રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તરનું વેચાણ કરતો હોવાની બાતમીને આધારે પોલીસે રેઇડ કરતા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની એવરગ્રીન રિઝર્વ વ્હિસ્કીની ૮ બોટલ મળી આવી હતી. પોલીસના દરોડા દરમિયાન આરોપી દશરથસિંહ વનરાજસિંહ ઝાલા રહે.મોરબી માધાપર શેરીનં.૨૨ હાજર મળી ન આવતા તેને ફરાર દર્શાવી પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબ્જે લઈ આરોપી વિરુદ્ધ પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી તેને પકડી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!