GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
એક પેડ મા કે નામ” અંતર્ગત નમો રેસીડેન્સી સોસાયટીના સ્થાનિક રહીશો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું..
તારીખ ૦૬/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
આજ રોજ ગોધરા નગરપાલિકામાં આવેલ નમો રેસીડેન્સી સોસાયટીના સર્વે ક્રમાંક ૧૧૩૨ પૈકી ૭ના સ્થાનિક રહીશો દ્વારા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીજીના “એક પેડ મા કે નામ” સંકલ્પને ચરિતાર્થ કરવા નિજ કોમન પ્લોટની બોર્ડરમાં વિવિધ વૃક્ષો રોપી સામુહિક વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં સોસાયટીના સૌ રહીશોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વળી , વૃક્ષની માવજત અને સુરક્ષા માટે સૌ રહીશોએ સ્વખર્ચે ટ્રી-ગાર્ડ લાવી લગાવ્યા હતા. ઉપરાંત, નિજ સર્વે ક્રમાંકને તેમજ ગોધરા નગરને હરિયાળું બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.