AHAVADANGGUJARAT

સાપુતારા ઘાટમાર્ગમાં પિકઅપ ટેમ્પાના ચાલકે ગફલત ભરી હંકારી બાઇક સવાર પિતા–પુત્રીને અડફેટમાં લેતા પુત્રીનું મોત…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના સાપુતારા-માલેગામ ઘાટમાર્ગનાં ગણેશ મંદિર પાસેનાં વળાંકમાં સપ્તશૃંગીથી દર્શન કરીને પરત ફરી રહેલ પિતા પુત્રીને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાને કારણે 27 વર્ષીય પુત્રીનું મોત નીપજ્યુ હતુ.પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ સુરત ખાતે શાકભાજીનો જથ્થો ખાલી કરી પરત અકોલા મહારાષ્ટ્ર તરફ જઈ રહેલ પિકઅપ ગાડી રજી. નં.એમ.એચ-17-સીવી-9007નાં ચાલક સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગમાંથી પસાર થઈ રહ્યા હતા.ત્યારે મોટરસાયકલ રજી.જીજે-21-એકે-6502 ઉપર સવાર પિતા સુરેશભાઈ મંદિયાભાઈ પટેલ (રહે. ધાકમાળ તા. વાંસદા જી.નવસારી)તથા તેની પુત્રી અંજનાબેન સુરેશભાઈ પટેલનાઓ  સપ્તશૃંગીથી દર્શન કરીને વાંસદા તાલુકાના ધાકમાળ ગામે ઘરે પરત ફરી  રહ્યા હતા.તે વેળાએ સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા-માલેગામ ઘાટ માર્ગનાં ગણેશ મંદિર પાસેનાં વળાંકમાં પિકઅપ ચાલક રૂપેશ ગૌતમભાઈ પવાર (રહે. રુમ્ભોંડી, તા.અકોલે જી.અહમદનગર મહારાષ્ટ્ર) એ આ મોટરસાયકલને અડફેટમાં લઈ પિકઅપ ગાડીને માર્ગની સાઈડમાં પલ્ટી ખવડાવી દેતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં પિતાને નાની મોટી ઈજાઓ જ્યારે પુત્રીને ગંભીર ઈજા પહોંચી હતી,જે બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે પિતા- પુત્રીને નજીકના શામગહાન સી.એચ.સીમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.જોકે પુત્રી અંજનાબેન સુરેશભાઈ પટેલ (રહે.ધાકમાળ તા.વાંસદા જી.નવસારી)નું ગંભીર ઈજાઓનાં પગલે સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતુ.આ અકસ્માતને પગલે સાપુતારા પોલીસે પિકઅપ ગાડી નાં ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.બોક્ષ:-(1)સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજય ધોરીમાર્ગમાં મહારાષ્ટ્ર પાસિંગ પિકઅપ ગાડી ચાલકો બેફામ.સાપુતારાથી વઘઇને જોડતા આંતરરાજય ધોરીમાર્ગમાં ભારે વાહનો બંધ કરાયા છે.ત્યારે હાલમાં ઘણા સમયથી મહારાષ્ટ્રમાંથી શાકભાજીનો જથ્થો લઈ સુરત,બરોડા,અમદાવાદ તરફ જઈ રહેલ પિકઅપ ગાડીનાં ચાલકો બેફામ બન્યા છે.આ માર્ગમાં મહારાષ્ટ્ર પાસિંગ પિકઅપ ગાડીનાં ચાલકો પિકઅપ ગાડીઓને રોંગ સાઈડમાં તથા ગફલતભરી રીતે તેમજ પુરપાટવેગે હંકારી રહ્યા છે.જેના પગલે સાપુતારા-વઘઇ માર્ગમાં વારંવાર અકસ્માત વધી રહ્યા છે.જેથી એ.આર.ટી.ઓ વિભાગ તથા પોલીસ વિભાગ ઓવરસ્પીડમાં વાહન હંકારતા પિકઅપગાડી ચાલકો સામે લાલ આંખ કરી કાયદાનું ભાન કરાવે તેવી માંગ ઉઠવા પામી છે..

Back to top button
error: Content is protected !!