
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
વેજલપુર ખાતે કેન્દ્ર સરકાર અને રાજય સરકારના આદિજાતી વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે ઇએમઆરએસ સ્ટેટ લેવલ ક્લચરલ ફેસ્ટિવલ-2024 નું આયોજન કરવામાં આવ્યું.અને એ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં વલસાડ જિલ્લાના કાકડમટી ગામનો હેનિન સંજયભાઈ પટેલ નામનો વિદ્યાર્થી તુર-થાળી સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવીને શાળા અને આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું હતું.




