
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : AIOCD ના પ્રેસિડેન્ટ સિંદેજીના 75 વર્ષ પૂર્ણ થતાં મોડાસા કેમિસ્ટ મિત્ર મંડળે બ્લડ કેમ્પ યોજાયો
ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ (AIOCD) પ્રમુખ સિંદેજીને 75 વર્ષ પૂર્ણ થતા અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરના કેમિસ્ટ મિત્ર મંડળ દ્વારા રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેમિસ્ટોએ ઉત્સાહ પૂર્વક રક્તદાન કર્યું હતું કેમ્પમાં 25 બોટલ બ્લડ એકત્રિત કર્યું હતું
મોડાસા કેમિસ્ટ મિત્ર મંડળ દ્વારા પટેલ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિર યોજાઈ હતી આ કેમ્પમાં સાબરકાંઠા-અરવલ્લી કેમિસ્ટ એસોસિયેશનના પ્રમુખ દિપક પટેલે સૌપ્રથમ બ્લડ ડોનેશન કરી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો મોડાસા શહેરના કેમિસ્ટોએ ઉત્સાહ પૂર્વક રક્તદાન શિબિરમાં રક્તદાન કર્યું હતું મોડાસા કેમિસ્ટ મિત્ર મંડળના પ્રમુખ દિનેશ સુથાર, મંત્રી અજય પટેલ અને તેમની ટીમે બ્લેડ ડોનેશન કેમ્પનું પટેલ વોલન્ટરી બ્લડ બેન્કમાં સફળ આયોજન કરી કેમિસ્ટ રક્તદાતાઓની સરાહના કરી હતી




