MORBI:મોરબી શિક્ષણકુંજ ગ્રૂપ દ્વારા રાજ્ય કક્ષાનો ઑનલાઈન ‘સમર સ્પાર્ક’ સમર કેમ્પ યોજાયો.
MORBI:મોરબી શિક્ષણકુંજ ગ્રૂપ દ્વારા રાજ્ય કક્ષાનો ઑનલાઈન ‘સમર સ્પાર્ક’ સમર કેમ્પ યોજાયો.
શિક્ષણકુંજ ગ્રૂપના સંચાલકો શ્રી દિનેશભાઈ ચૌહાણ, શ્રી નરેન્દ્રભાઈ કાલરિયા અને શ્રી રાજેશભાઈ ડાભી દ્વારા તા.૧૨/૦૫/૨૦૨૫ થી તા. ૧૮/૦૫/૨૦૨૫ દરમિયાન રાજ્ય કક્ષાના ઑનલાઈન ‘સમર સ્પાર્ક’ સમર કેમ્પ-૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમર કેમ્પમાં ભાગ લેવા માટે તા. ૦૭/૦૪/૨૦૨૫ થી ૧૦/૦૫/૨૦૨૫ સુધી રજિસ્ટ્રેશન કરવા સૂચના આપવામાં આવી હતી. ગુજરાતના જુદાં-જુદાં જિલ્લાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ ભાગ લીધો હતો. શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાના ઑનલાઈન ‘સમર સ્પાર્ક’ સમર કેમ્પમાં વિવિધ પ્રકારના આર્ટ, ક્રાફ્ટ, દેશી રમતો, કાગળ કામ, મહેંદી, યોગ, અભિનયગીત, બાળગીત, ટી.એલ.એમ નિર્માણ, રમકડાં નિર્માણ, પપેટ નિર્માણ વગેરે પ્રવૃત્તિઓ શિક્ષણકુંજ યુટ્યુબ ચેનલના માધ્યમથી રજૂ કરવામાં આવી હતી. શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાના ઑનલાઈન ‘સમર સ્પાર્ક’ સમર કેમ્પમાં જે વ્યક્તિઓની પ્રવૃત્તિઓના વીડિયો સિલેક્ટ થયા હતા તે દરેક વ્યક્તિઓને સમરકેમ્પ પૂર્ણ થયા પછી આકર્ષક ઈ-સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.