વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખસ્વત્રાણા ,તા-૧૦ ઓગસ્ટ : તંત્ર્ય પર્વની આગોતરી ઉજવણીના ભાગરુપ નિરોણા ગ્રામ પંચાયત, સારસ્વતમ્ સંચાલિત પી.એ.હાઇસ્કૂલ, કન્યા અને કુમાર પ્રાથમિક શાળા તેમજ આંગણવાડી ના સંયુક્ત ઉપક્રમે સરપંચ શ્રી એન.ટી.આહીર તેમજ આચાર્યશ્રી ડૉ વી.એમ.ચૌધરી સાહેબની આગેવાની હેઠળ ખૂબ જ હર્ષોલ્લાસ સાથે રાષ્ટ્રની આન, બાન તેમજ શાન રુપ તિરંગા યાત્રાને નિરોણા મધ્યે યોજવામાં આવેલ હતી. આ યાત્રાની શરૂઆત એસ.એસ.પી.એ. હાઇસ્કૂલના પ્રાંગણમાંથી કરવામાં આવેલ હતી. જેમા હાઇસ્કૂલ સાથે પ્રાથમિક કન્યા તેમજ કુમાર શાળા અને આંગણવાડીના વિધાર્થીઓ ખૂબ જ હર્ષભેર જોડાયેલ હતા. એસ.એસ.પી.એ. હાઇસ્કૂલ SPC ના વિદ્યાર્થીઓએ SPC ઓફીસર અલ્પેશભાઇ જાની ના માર્ગદર્શન હેઠળ તિરંગા યાત્રાને ડ્રમ સેટ વગાડી વાજતે ગાજતે આગળ વધારતા પોલીસ સ્ટેશન, આરોગ્ય કેન્દ્ર, બસ સ્ટેશન, બજાર તેમજ શેરીઓમાંથી નારાઓ લગાવતા અને દેશ ભક્તિના ગીતો ગાતા પસાર કરી ગ્રામજનોને રાષ્ટ્ર ભક્તિના રંગે રંગેલ હતા. આ તિરંગા યાત્રા જયાંથી શરૂ થઈ ત્યાં જ હાઇસ્કૂલના પ્રાંગણમાં તેનુ સમાપન કરવામાં આવેલ હતુ. આ યાત્રામાં ગામની તમામ શૈક્ષણિક સંસ્થાઓ, પોલીસ સ્ટેશન, ગ્રામ પંચાયતનો સ્ટાફ, ગામના અગ્રણીઓ તેમજ ગ્રામજનો ખૂબ જ ઉત્સાહભેર જોડાયેલ હતા. નિરોણા પોલીસ સ્ટેશન દ્વારા હાઇસ્કૂલના વિધાર્થીઓને તિરંગાનુ વિતરણ કરી “હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા”, અંગે માર્ગદર્શન અપાયેલ હતુ. તિરંગા યાત્રાની સંપૂર્ણ વ્યવસ્થા NSS ઓફીસર રમેશભાઈ ડાભીએ તેમના સ્વયંસેવકો સાથે રહી કરેલ હતી. રાષ્ટ્રવાદને ઉજાગર કરતી આ તિરંગા યાત્રાને સફળ બનાવવા માટે હાઇસ્કૂલના વરિષ્ઠ શિક્ષક બાબુલાલ પરમાર, કિશનભાઇ પટેલ, અલ્પાબેન ગોસ્વામી, આશાબેન પટેલ, ભૂમિબેન વોરા, તખતસિંહ સોઢા, કન્યા-કુમાર પ્રાથમિક શાળાના શિક્ષક મિત્રો, આંગણવાડીની બહેનો તેમજ પોલીસ સ્ટાફે સાથ સહકાર આપેલ હતો.