વિજાપુરમાં લાયન્સ પરિવાર દ્વારા હાથીપુરા જેપુર ફલુ શાળા નંબર 2 માં અભ્યાસ કરતા બાળકોની આંખોની તપાસ કરાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર લાયન્સ પરિવાર દ્વારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો હાથીપુરા, ફલુ અને જેપુર સહિત ના ગામોમાં ધોરણ ૧ થી ૮ ધોરણ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિશાળ આંખ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.લાયન્સ કર્ણાવતી હોસ્પિટલ, ઓગણજથી આવેલા નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા ત્રણ ગામો ની સરકારી શાળાઓ માં ભણતાં બાળકોની વિગતવાર આંખ તપાસ કરવા માં આવી હતી. તપાસ દરમિયાન કેટલાક બાળકોના આંખ ના નંબરો સંબંધિત તકલીફો જણાઈ આવી હતી. તપાસ દરમ્યાન મળી આવેલ આંખના નમ્બર ખામી વાળા વિદ્યાર્થીઓને ડોક્ટરો ની ટીમે કરેલ તપાસ માં જે વિદ્યાર્થીઓ ને જે નંબર આવેલા હોય તેમને લાયન્સ ક્લબ પરિવાર દ્વારા નિઃશુલ્ક ચશ્મા આપવાની જાહેરાત કરવામાં આવી હતી. સમાજલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓ માટે ઓળખાતા લાયન્સ પરિવાર દ્વારા આ પ્રકારની સેવાઓ સતત કરવામાં આવી રહી છે.આ કેમ્પમાં મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓ એ આંખો ની તપાસ કરાવી લાભ લીધો હતો .લાયન્સ ક્લબ પરીવાર દ્વારા સફળતાપૂર્વક કેમ્પ ને પૂર્ણ કરવામાં આવ્યો હતો.