DAHODDAHOD CITY / TALUKOGUJARAT
દાહોદ ઘટક-૧ ના તમામ આંગણવાડી કેન્દ્ર ઉપર હોળી, ધૂળેટી પર્વ ની ઉજવણી કરવામાં આવી

તા.૦૩.૦૩.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ઘટક-૧ ના તમામ આંગણવાડી કેન્દ્ર ઉપર હોળી, ધૂળેટી પર્વ ની ઉજવણી કરવામાં આવી
દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ દાહોદ તાલુકાના દાહોદ ઘટક–૧ ના તમામ આંગણવાડી કેન્દ્રો પર હોળી,ધૂળેટી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.હોળી પર્વની ઉજવણી અંતર્ગત બાળકો દ્વારા હોળી વિષયક વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરાવવામા આવી હતી. બાળકો રંગબેરંગી વસ્ત્રોમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા બાળકોને હોળી પર્વનું મહત્વ સમજાવવામાં આવ્યું તેમજ પર્યાવરણમિત્ર અને સુરક્ષિત હોળી ઉજવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો ઉપસ્થિત વાલીઓ અને ગ્રામજનોએ પણ કાર્યક્રમમાં જોડાઈ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.કાર્યક્રમના અંતે બાળકોને ખજૂર અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું





