માળીયા હાટીનાની નજીક આવેલ પાણીદ્રા ધાર ખાતે ગીગાબાપુ બહારવટિયાની જગ્યાએ હોળીનું આયોજન કરવામાં આવ્યું
માળીયા હાટીનાની નજીક આવેલ પાણીદ્રા ધાર ખાતે ગીગાબાપુ બહારવટિયાની જગ્યાએ હોળીનું આયોજન કરવામાં આવ્યું

માળિયા હાટીના તાલુકા ના પાણીદ્રા ફાટક નજીક આવેલ પ્રૌરાણિક સ્થાન એવા ગીગાધારે મહિયા ક્ષત્રિય સમાજ દ્વારા મહિયા ક્ષત્રિય સમાજ ના વિર બહારવટિયા ગીગાબાપુ મુળુબાપુ મક્કા કણેરી ની યાદગીરી માં વર્ષો થી ઐતિહાસિક હોલિકા દહન નું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ફાગણ સુદ પૂનમ 13.03.2025 ને ગુરુવાર ના રોજ એક ઐતિહાસિક હોલિકા દહન નું આયોજન કરવામાં આવ્યું હતું.આ શુભ , પાવનકારી અને ઐતિહાસિક પ્રસંગ માં મહિયા ક્ષત્રિય સમાજ ના નાના મોટા સૌવ ભાઈ બહેનો તેમજ પાણીદ્રા,પીખોર તેમજ આજુબાજુ ના ગામલોકો એ હાજરી આપી ને આ પ્રસંગ ને સુંદર બનાવ્યો હતો ગીગાબાપુ જ્યારે આજથી બસો વર્ષ પહેલાં જુનાગઢ ના નવાબ સામે બહારવટે નીકળેલા ત્યારે ગીગાબાપુ એ વટ થી ગીગાધરે હોળી કરેલી હતી એ પ્રસંગ ની યાદગીરી માં અને એ ઐતિહાસિક ઘટના ને જીવંત રાખવા દર વર્ષે મહિયા ક્ષત્રિય સમાજ દ્વારા એક ઐતિહાસિક હોલિકા દહન નું આયોજન કરવામાં છે. આ પ્રસંગની શરૂઆત સવાર થી થઈ ગઈ હતી જેમાં સવાર માં કણેરી ગામ ખાતે ગીગાબાપુ ના મંદિર ની બાજુમાં આવેલ માં જોગમાયા માતાજી તેમજ જાનલ ( JANAL ) આઈ માતાજી એ ધજા ચડાવી, ફુલહાર કરી, પ્રસાદ ચડાવીને,ધૂપ દીપ કર્યા બાદ ગીગાબાપુ ની ખામભી તેમજ ગીગાબાપુના પાળિયા એ ધજા પ્રસાદ ચડાવી, પુષ્પ દીપ કરી, હાર ચડાવી ને આ પાવનકારી પ્રસંગ ની શરૂઆત કરી હતી. ત્યારબાદ સાંજે પાણીધરા ફાટક નજીક આવેલ ગીગાધરે ખાતે એક સુંદર અને અદભુત હોલિકા દહન આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં સમસ્ત મહિયા ક્ષત્રિય ના નાના મોટા ભાઈ બહેનો બાળકો વૃધો તેમજ આજુ બાજુ ના ગ્રામજનો એ પધારી પ્રસંગ ની શોભા વધારી હતી.તેમજ પ્રસાદ લઈ આ પ્રસંગ ને પરિપૂર્ણ કર્યો હતો
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 44;







