GUJARATKUTCHMANDAVI

“રાષ્ટ્રીય હાથ વણાટ દિવસ” ની ઉજવણી નિમિતે વણકરો નું વિશિષ્ટ સન્માન કાર્યક્રમ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૦૬ ઓગસ્ટ : કચ્છ લોકસભા દ્વારા રાષ્ટ્રીય હાથવણાટ દિવસની ઉજવણી નિમિતે વણકરોનું વિશિષ્ટ સન્માન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે. હેન્ડલુમ ઉધોગ આઝાદી પહેલા થી ભારતમાં રોજગારી નો મુખ્ય ઉધોગ રહ્યો છે. તેમજ ભારતના અર્થતંત્ર માં તેનું મોટું યોગદાન છે. કચ્છ લોકસભા દ્વારા આજે તારીખ ૦૭ ઓગસ્ટ ના “રાષ્ટ્રીય હાથ વણાટ દિવસ” ની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ છે. અને આ પ્રસંગે કચ્છ લોકસભા વિસ્તારના હાથવણાટ ના વણકરોને આ ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ પ્રદાન આપવા બદલ સન્માનીત કરવાનું આયોજન કરવામાં આવેલ હોઇ આ પ્રસંગે બહોળી સંખ્યામાં સૌ લોકો પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવમાં આવે છે.

તારીખ ૦૭/૦૮/૨૦૨૫, ગુરૂવાર સાંજે ૦૪:૩૦ કલાકે

સ્થળ : આંબેડકર ભવન, હોસ્પિટલ રોડ, ભુજ કચ્છ.

Back to top button
error: Content is protected !!