વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા, તા.6: મુન્દ્રા તાલુકાના કુંદરોડી ગામે ચૈત્ર સુદ આઠમ અને શનિવારના રોજ સમસ્ત ચોથાણી પરિવારના માતાજી મોમાઈ માં ધામ ખાતે હવન તથા પેડીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચોથાણી (રાચ્છ) પરિવારના કુળદેવી મોમાઈ માતાજીના મંદિરે યોજાયેલ હોમ હવન કાર્યક્રમમાં સમગ્ર કચ્છમાં વસતા ચોથાણી પરિવારના લોકોમાંથી મોટાભાગના સહકુટુંબ હાજર રહ્યા હતા. સવારથી જ પૂજન અર્ચન અને મહાઆરતી જેવા કાર્યક્રમોમાં ભાયાતોએ શ્રદ્ધા અને આસ્થા સહિત શીશ નમાવીને કૃતજ્ઞતા અનુભવી હતી. ત્યારબાદ સ્વ. લક્ષ્મીબેન લાલજી ચોથાણી પરિવાર (હસ્તે સ્વ.દિપકભાઈ, કિશોરભાઈ તથા રમેશભાઈ)ના સૌજન્યથી રાખવામાં આવેલ મહાપ્રસાદનું સમગ્ર ચોથાણી પરિવારે સહકુટુંબ લાભ લીધો હતો એવું મુન્દ્રા લોહાણા મહાજનના પ્રમુખ કિશોરભાઈ લાલજી ચોથાણીએ એક યાદીમાં જણાવ્યું હતું.