હોમગાર્ડઝ ડીસ્ટ્રી.કમા. સરવૈયા નોટરી ફી રૂ.૫૦ જ લેશે

જામનગરના એડવોકેટ-નોટરી
*હંમેશા સેવાઓની ભાવના સાથે જીવવા ટેવાયેલા હોમગાર્ડઝ કમાન્ડન્ટ અને રાષ્ટ્રવાદી વકીલ ગીરીશ સરવૈયાનું સેવાના ક્ષેત્રમાં વધુ એક પગલું.!
જામનગર (ભરત ભોગાયતા)
રાષ્ટ્રપ્રેમી વકીલ તરીકે પોતાની ઓળખ ઉભી કરનાર ગીરીશ સરવૈયા પોતાની હોમગાર્ડઝ ટીમ સાથે તો અનેક નવી સેવાઓની શરૂઆત કરી ચુક્યા છે.! પરંતુ., તેઓ પોતાની વકીલાતના વ્યવસાય માં પણ જ્યારે જ્યારે મોકો મળે ત્યારે ત્યારે સેવાઓ કરવાનો મોકો છોડતાં નથી.!
ચુંટણી સમયે મતદાતાઓને મતદાન માટે પ્રોત્સાહિત કરવા તેઓ જુદા જુદા પ્રકારની ફ્રી સેવાઓની પહેલ કરતાં જ રહ્યા છે.!
*હાલમાં જ તેઓને ભારત સરકાર દ્વારા નોટરી અંગેનું લાયસન્સ આપવામાં આવ્યું છે.!*
ત્યારે.,
*૭૬-માં પ્રજાસત્તાક પર્વના દિવસે ભારતીય ફોર્સના જવાનો માટે તેઓએ વધુ એક સેવાની જાહેરાત કરી છે.!*
એમાં., હોમગાર્ડઝ., આર્મી., એરફોર્સ., નેવી., એનસીસી., એસએસબી., સીઆરપીએફ., તથા ભારતીય ફોર્સના કોઈપણ જવાનો (નિવૃત સહિત) કે તેનાં પરિવારજનોને કોઈપણ અને કેટલાં પણ દસ્તાવેજો નોટરાઈઝ કરાવવાના થશે તો તેની કોઈ ફી લેવામાં આવશે નહીં.!
ફક્ત નોન-જ્યુડીશ્યલ સ્ટેમ્પ (જેટલી રકમનો હોય તેટલી) તથા નોટરીની સ્ટેમ્પની રકમ (રૂપિયા-૫૦) લેવામાં આવશે.! આ સિવાય કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં.!
અને., આ રીતે ફોર્સના જવાનોને સેવાઓનો લાભ કાયમ માટે આપવામાં આવશે એવી જાહેરાત રાષ્ટ્રવાદી વકીલ ગીરીશ સરવૈયા ની એક યાદી દ્વારા કરવામાં આવી છે.!





