BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
ભરૂચમાં ચોરીના 9 મોબાઇલ અને લેપટોપ સાથે તસ્કરને ઝડપી લેવાયો
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ એ શહેર જિલ્લામાં થયેલી ચોરીઓને લઇને એસપી મયુર ચાવડાએ વણશોધાયેલાં ગુનાઓ શોધી કાઢવા સુચના આપી હતી. જેના પગલે એલસીબીના પીઆઇ એમ. પી. વાળાના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતી. તે વેળાં પીએસઆઇ ડી. એ. તુવર અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ભરૂચની ઇન્દિરાનગર ઝૂપડપટ્ટી પાસે અગાઉ મોબાઇલની ચોરીના કેસમાં ઝડપાયેલો રણજીતસિંગ જાટ એક બેગમાં મોબાઇલ-લેપટોપ લઇને વેચવા માટે ફરે છે. જેના પગલે ટીમે તેને ઝડપી પાડ્યતાં તેની પાસેથી કુલ 9 મોબાઇલ તેમજ એક લેપટોપ મળી આવ્યાં હતાં.
પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી કુલ 78 હજારની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ તેની પાસે મોબાઇલ ક્યાંથી આવ્યા તે સહિતની વિગતો મેળવવા માટે તેના રિમાન્ડ મેળવવા માટેની કવાયત હાથ ધરી છે.