BHUJGUJARATKUTCH

લોડાઈ ગામ માં ચાવડા કોલી પરિવાર દ્વારા નવરાત્રી નિમિતે આસો સુદ આઠમ ના હોમહવન કરવામાં આવ્યું.

24-ઓકટો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

ભુજ કચ્છ :- ભુજ તાલુકાના લોડાઈ ગામે ચાવડા કોલી પરિવાર દ્વારા આસો નવરાત્રી અને આસો સુદ ૮ (આઠમ) તા.૨૨/૧૦/૨૦૨૩ ને રવિવારના હવન હોમ કરવામાં આવ્યો જેમાં નીલપર કોલીવાસ મધ્યે શ્રી ખોડીયાર માતાજી, શ્રી ગાત્રાળ માતાજી, શ્રી ખેતરપાળ દાદા, શ્રી ચામુંડા માતાજી ના નેવજ અને હવન-હોમ નું કાર્યક્રમ કરવામાં આવેલ, જેમાં પધ્ધર ગામના જોષી સતિષભાઈ નરશીભાઈ દ્વારા હવન હોમની વિધિવત શરૂઆત કરવામાં આવી હતી. અને ખાસ કરીને કોલીવાસ મધ્યે આવા ધાર્મિક પ્રસંગ ને કારણે લોકો મા ભક્તિ ભાવ નો અનેરો ઉત્સાહ જોવા મળયો હતો. વ્યશન મુક્તિ, હોમ હવન માં કરવામાં આવેલ સ્થાપના અંગેનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. દર વર્ષ મા બે વખત ચૈત્રી નવરાત્રિ અને આસો મહિના ની નવરાત્રિ દરમ્યાન ચાવડા કોલિ પરિવાર દ્રારા આવા ધાર્મિક કાર્યક્રમો થાય છે.સામાજિક અને શૈક્ષણિક રીતે પણ આગળ આવવું બાળકો ને વધુ શિક્ષિત કરવા, માતા – પિતા વડીલો નું આદર સન્માન થી માન મોભો વધારવો તથા ખોટા વ્યશનો થી દૂર રહેવા અને આવા ધાર્મિક પ્રસંગો થી સમાજ નું ઘડતર થાય છે તેવું સતીશ મારાજ દ્રારા જણાવવા મા આવ્યુ હતુ. હવન હોમ દરમ્યાન લોડાઇ ગામના સરપંચશ્રી ધુનીબેન વાલજી બતા વતી શ્રી વાલજીભાઇ બતાએ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમ માતાજીના સેવક ગણ પુજારી શ્રી અરવિંદભાઈ ઉમરભાઈકોલી, ભુરાભાઈ હાસમભાઈ કોલી, કાનજીભાઈ બાબુભાઈ કોલી ખેતરપાળ દાદાના સેવક વેલજી સનાભાઈ કોલી તથા વડીલ આગેવાન રમજુભાઈ હાસમ ભાઈ કોલી અને ચાવડા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું,

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!