વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ શિરડીથી દર્શન કરી પરત અમદાવાદ જઈ રહેલા પ્રવાસીઓની કાર.ન.જી.જે.27.બી.ઈ.3513 જે સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં બારીપાડા-બોરીગાવઠા ફાટક નજીક ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા માર્ગની સાઈડમાં ભેખડો સાથે ભટકાઈને પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં કારને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે કારમાં સવાર તમામ પ્રવાસીઓને નાની મોટી ઇજાઓ પોહચવાની સાથે ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે..