AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

નિવૃત્તિના દિવસે જ લાભ આપી કર્મચારીઓનો સન્માન: અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની પ્રશંસનીય પહેલ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

શહેરની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં જીવનભર સેવા આપી નિવૃત્ત થનારા કર્મચારીઓને સમયસર લાભ મળવો એ ઘણીવાર પડકારરૂપ સાબિત થતું રહ્યું છે. પણ અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી (શહેર) દ્વારા આ સમસ્યાનું દૃઢ અને માનવિક ઉકેલ આપવામાં આવ્યો છે.

દર વર્ષે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સેવકથી લઈ આચાર્ય સુધીના તમામ સેવાનિવૃત્ત કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ લાભોની તાત્કાલિક ચુકવણી કરીને તેમને સન્માનિત કરવામાં આવે છે. આ અનોખી પહેલ રાજ્યભરમાં એક અનોખું ઉદાહરણ બની રહી છે.

આ વર્ષે યોજાયેલા સત્કાર સમારંભમાં કુલ 130 કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા. જેમાં 12 સેવક, 16 ક્લાર્ક, 95 શિક્ષક અને 7 આચાર્યોનો સમાવેશ થાય છે. નિવૃત્તિના દિવસે જ તેમને સન્માનપત્ર અને પેન્શન સહિતના તમામ નાણાકીય લાભો પ્રાપ્ત થાય તે માટે કચેરી દ્વારા આગોતરા આયોજન અને ચોકસાઈથી કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ ઉદ્દાત પ્રયાસો હેઠળ Ahmedabad D.E.O. Office (શહેર) એ માત્ર સંવેદનશીલતા જ નહીં, પણ વ્યવસ્થાપનક્ષમતા અને કામની પ્રતિબદ્ધતાનો પણ ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.

જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની આ પહેલ માત્ર નિવૃત્ત કર્મચારીઓને આત્મસન્માનની લાગણી પૂરું પાડે છે એટલું જ નહીં, પણ શિક્ષણ વિભાગમાં કાર્યરત કર્મચારીઓમાં પણ ઉત્સાહ અને પ્રેરણા જગાવે છે.

Back to top button
error: Content is protected !!