કાણોદર નિવાસી શ્રી કમલેશભાઈ તથા પન્નાબેન ગોહિલ ના પુત્ર નિકુંજ ની ધર્મપત્ની નું પાલનપુર ખાતે તેમના નિવાસસ્થાને તેમની પુત્રવધૂ ઉર્વશી ના શ્રીમંત પ્રસંગે ધાનધાર નાયી સમાજને આમંત્રણ આપવામાં આવેલું આથી નાયી સમાજના આગેવાનો અને સગા સંબંધીઓ ભેગા થયા હતા અને સમાજ ના દરેક વિભાગ દ્વારા તેમજ સગંઠનો તેમજ સગા સંબંધીઓ દ્વારા કમલેશભાઈ ગોહિલ નું સાલ દ્વારા સન્માન કરવામાં આવ્યુ તેમજ સમાજ ના આગેવાનો દ્વારા જેમાં શ્રી મૂળજીભાઈ મગરવાડા એસ. પી. નાયી હરેશભાઈ ગોહિલ તેમજ ચિરાગ ભાઈ રાઠોડ વિગેરે પ્રસંગ મુજબ વ્યક્તવ્ય આપેલ તેમજ આવનાર નવા મહેમાન ને આશીર્વાદ આપ્યા અને કમલેશભાઈ ગોહિલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.આ સમગ્ર અને અતિભવ્ય પ્રશંસનીય કાર્યક્રમ નું સંચાલન શ્રી ચંપકભાઈ લિમ્બાચિયા એ કરેલ હતું.આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી હિતેશભાઈ પટેલ સર, પાટણ જિલ્લા શિક્ષાધિકારીશ્રી અશોકભાઈ ચૌધરી સર તેમજ શ્રી કે. ડી.ડામોર સર તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના તમામ સ્ટાફગણ તથાશૈક્ષણિકઅનેબિનશૈક્ષણિકકર્મચારીગણ,હોદ્દેદારશ્રીઓ,સ્નેહીજનો,સગા-સંબંધી અને મિત્ર મંડળ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને શુભકામનાઓ સહ શુભાશિષ પાઠવ્યા હતા.
«
Prev
1
/
76
Next
»
જાગૃત નાગરિક દ્વારા દેશી દારૂની ભઠ્ઠીઓ નો વિડ્યો વાયરલ કરી પોલીસની પોલ ખોલ્લી
મોરબીમાં Jalaram Jayantiની ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયારીઓનો આરંભ
22 કલાક વીત્યા છતાં મોરબી પાડા પુલ ઉપરથી ઝંપલાવનાર યુવાનના મૃતદેહ ન મળતા પરિવારજનોમાં આક્રોશ,