જાણીતી કંપની દ્વારા વિદ્યાર્થીઓના સન્માન

કુરંગા સ્થિત RSPL ઘડી( દ્વારકા) કંપનીએ દ્વારકા જિલ્લાની 40 જેટલી શાળાઓના અંદાજે 800 જેટલા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને ટ્રોફી એનાયત કરી સન્માનિત કર્યા.
આજે 76 મા પ્રજાસત્તાક ના અવસરે દ્વારકા ના કુરંગા સ્થિત RSPL ઘડી કંપની દ્વારા CSR (RSPL વેલ્ફેર ફાઉન્ડેશન) દ્વારા દ્વારકા જિલ્લા ની અંદાજિત 40 જેટલી શાળાઓના અંદાજે 800 જેટલા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને ટ્રોફી આપી અને સન્માનિત કરવામાં આવ્યા.આ આયોજન અંતર્ગત શાળાકીય પરીક્ષા મા 1 થી 3 ક્રમ પ્રાપ્ત કરનારા પ્રતિભાશાળી અને તેજસ્વી વિદ્યાર્થીઓ ને તેમની મહેનત માટે સન્માનિત કરાયા.
આ કાર્યક્રમો મા RSPL ઘડી કંપનીના કર્મચારીઓએ વિદ્યાર્થીઓને પ્રેરણા આપી અને તેમને શિક્ષણના મહત્વને સમજાવવાનો પ્રયાસ કર્યો. સાથે જ, આચાર્ય અને વાલીઓએ પણ વિદ્યાર્થીઓને તેમના જીવનમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે પ્રેરણા આપી. આ અવસરે, RSPL ઘડી કંપનીના પ્રોત્સાહન અને સહયોગના દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની પ્રગતિની નવી દિશા અને ઉમંગ પ્રાપ્ત કરશે તેવું શાળાઓ ના આચાર્યશ્રીઓ, શિક્ષકો અને આગેવાનો એ જણાવ્યું હતું.
શિક્ષણ અને સામાજિક જવાબદારીને સૌથી આગળ રાખીને અનેક પ્રકારના સેવાકીય કાર્યો કરનાર RSPL ઘડી કંપની અને તેના કર્મચારીઓ નો શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો, આગેવાનો અને વાલીઓ એ પોતાની પ્રશંસાના શબ્દો સાથે આભાર વ્યક્ત કર્યો હતો.
_______________________
—-regards
bharat g.bhogayata
Journalist ( gov.accre.)
b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com
[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]





