BANASKANTHAGUJARATPALANPUR
કાંકરેજ તાલુકાના ઉણ-શિયા રસ્તા પરનો માયનોર બ્રીજ ભારે વાહનો માટે બંધ કરાયો
15 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
વાહન ચાલકોએ ઉણ – વાલપુરા – માનપુર – શિયા રસ્તાનો વૈકલ્પિક રસ્તા તરીકે ઉપયોગ કરવાનો રહેશે નાયબ કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ હસ્તકના કાંકરેજ તાલુકાના ઉણ. શિયા જતા રસ્તા પર કિમી ૦/૪૦૦ થી ૦/૬૦૦ માં સ્લેબડ્રેઈન (માઇનોર બ્રિજ )આવેલ છે. આ માઇનોર બ્રિજના પિયરમાં વરસાદને પગલે ધોવાણ જણાઈ આવતા તારીખ ૧૪-૦૭-૨૦૨૫ થી ૧૩-૦૮-૨૦૨૫ સુધી ઉણ–શિયા રસ્તા પર ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવેલ છે. ઉણ થી શિયા જવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા ઉણ – વાલપુરા – માનપુર – શિયા રસ્તાનો વૈકલ્પિક રસ્તા તરીકે ઉપયોગ કરવાનો રહેશે. આ રસ્તા પર આવતા વાહન ચાલકોએ નોંધ લેવા માટે નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ શિહોરી દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.