
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લાના ખેડૂતો માટે ચાલુ વર્ષમાં “ GROW MORE FRUIT CROPS ” અભિયાન અંતર્ગત ખેડૂતો વધુમાં વધુ ફળપાકોનું વાવેતર કરે તે આશયથી પપૈયા, ધનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો, નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય, ટીસ્યુકલ્ચર ખારેક, ફળપાક પ્લાન્ટીંગ મટેરીયલ્સમાં સહાય, કોમ્પ્રિહન્સીવ હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ કાર્યક્રમ, આંબા તથા જામફળ ફળપાક ઉત્પાદકતા વધારવા, કમલમ ફળના વાવેતર માટે સહાય, વધુ ખેતી ખર્ચ સિવાયના ફળપાકો, સરગવાની ખેતીમાં સહાય, કેળ (ટીસ્યુ)-ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, ફળપાક પ્લાન્ટીંગ મટેરીયલ્સ (વનબંધુ) જેવી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ આગામી તા.૧૫/૦૮/૨૦૨૪ સુધી ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જે ખેડૂતમિત્રો બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા ઈચ્છતા હોય તેઓ આઈ ખેડૂત પોર્ટલ પર ઈ-ગ્રામ કેન્દ્ર મારફતે અથવા પોતાની જાતે અરજી કરી શકશે.
આ માટે અરજદારે ૮-અ, ૭ અને ૧૨ ની નકલ, જાતિનો દાખલો (અનુ.જાતિ/અનુ.જન જાતિના કિસ્સામાં),આધારકાર્ડની નકલ, રદ્દ કરેલ ચેક,અરજી કર્યાની કોપી સાથે દિન-૭ માં નાયબ બાગાયત નિયામકની કચેરી,જૂની જીલ્લા તિજોરી કચેરીની બાજુમાં, પોલીસ ગેટ, મોટા બજાર, નવસારી, તા. જિ. નવસારી.-૩૯૬૪૪૫ કચેરી ફોન નંબર ૦૨૬૩૭- ૨૮૧૮૫૮ પર રૂબરૂ અથવા ટપાલ મારફત જમા કરાવવા જણાવાયું છે.જરૂરી સાધનિક કાગળો વિનાની તેમજ નિયત સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી. જેની ખેડૂતો મિત્રોને ખાસ નોંધ લેવા નાયબ બાગાયત નિયામકની કચેરી,નવસારીની અખબારી યાદીમાં જણાવ્યું છે.




