
વાત્સલ્યમ સમાચાર
ડાંગ
ડાંગ જિલ્લામાં વ્યાજખોરોની બદી નાબૂદ કરવા તેમજ આ બદીના પરિણામે ગંભીર બનાવોને અટકાવવાના હેતુથી ડાંગ જિલ્લાનાં આહવા અને સાપુતારા ખાતે લોક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં લોકોને સરકારી બેન્કો તરફથી રાહતદરે લોન મળી રહે તે માટે SBI બેંક અને પોસ્ટ ઓફિસના કર્મચારીઓએ રાહત દરે મળતી લોનની જાણકારી આપી હતી.ડાંગ જિલ્લામાં વ્યાજખોરોની બદી નાબુદ કરવા તેમજ આ બદીના પરિણામે ગંભીર બનાવોને બનતા અટકાવવા આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ આવા લોકોના ત્રાસમાં સંપડાયેલા લોકોમાં ગભરાટ તથા ભયના માહોલ તળે એક યા બીજી રીતે પોલીસ સુધી પોતાની રજુઆત કરવા આવી શકતા નથી. જેથી આવા લોકો પોતાની રજુઆત નિર્ભયપણે કરી શકે તથા વ્યજખોરોના ત્રાસથી તેઓના અસ્ત-વ્યસ્ત થઈ ગયેલા સામાજીક તથા આર્થિક જીવનને ફરીથી પુર્વરત કરવાનો એક નમ્ર પ્રયાસ ડાંગ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.આ લોકસંવાદ ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનાં અધ્યક્ષ સ્થાને પોલીસ તાલીમ ભવન આહવા ખાતે યોજાયો હતો.જ્યારે બીજો કાર્યક્રમ સાપુતારા પી.એસ.આઈ.એન.ઝેડ.ભોયાનાં માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.આ વ્યાજખોરી નાબુદી ઝુંબેશ અંતર્ગત સાપુતારા ખાતે લોકોને સરકારી બેંકો તરફથી રાહતદરે અને લાંબા ગાળા માટે લોન મળી રહે તે માટે SBI બેંક શામગહાન અને પોસ્ટ ઓફિસ સાપુતારાના અધિકારી- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.અને સરકાર તરફથી રાહતદરે મળતી લોન ની જાણકારી આપી હતી.આ કાર્યક્રમમાં પોલીસ, હોમગાર્ડ, જી. આર. ડી. જવાનો , ગામના આગેવાનો, સરપંચો,સ્થાનિકો એમ સાથે મળી આશરે 230 જેટલા વ્યક્તિઓએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો.જ્યારે આહવા ખાતે પણ પોલીસ અધિક્ષકની આગેવાનીમાં બેંક સહિત પોસ્ટનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા..





