GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લામાં મોટર વાહનમાં  HSRP નંબર પ્લેટ ફિટમેન્ટ કરાવવા માટે SIAM નામનું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું

 

MORBI:મોરબી જિલ્લામાં મોટર વાહનમાં  HSRP નંબર પ્લેટ ફિટમેન્ટ કરાવવા માટે SIAM નામનું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું

 

 

મોરબી જિલ્લામાં ગત તા.૦૧-૦૪-૨૦૧૯ પહેલા નોંધાયેલા વાહનો માટે SIAM પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે

ગત તારીખ ૦૧-૦૪-૨૦૧૯ પહેલા નોંધાયેલા મોટર વાહનમાં એચએસઆરપી HSRP નંબર પ્લેટ ફિટમેન્ટ કરાવવા માટે SIAM નામનું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જે માટે www.siam.in આ વેબસાઈટ પર લોગ-ઈન કરીને માંગેલી માહિતી ભરીને જે-તે પ્રોસેસ ફ્લો મુજબ એચએસઆરપી નંબર પ્લેટનું ફિટમેન્ટ કરાવી શકશે.

આ ઉપરાંત જયારે વાહનના ઉત્પાદક દ્વારા જે-તે વાહનનું ઉત્પાદન બંધ કરવામાં આવેલું હોય, તો આવા વાહનો જેમાં એચએસઆરપીનું ફિટમેન્ટ ક્યાં કરાવવું તે બાબતે મૂંઝવણ રહેતી હોય તો તેવા કિસ્સામાં પણ અરજદાર SIAM પોર્ટલનો ઉપયોગ કરીને એચએસઆરપી ફિટમેન્ટની કાર્યવાહી પૂર્ણ કરી શકે છે.જેની મોરબી જિલ્લાના તમામ નાગરિકોને ખાસ નોંધ લેવા માટે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!